મુંબઈ, તા. ૬
'ડેન્જરસ ઇશ્ક' ફિલ્મ સાથે ૯ વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહેલી કરિશ્મા કપૂરે વિદ્યા બાલન ઉપર કટાક્ષ કર્યો છે. કરિશ્માએ જણાવ્યું છે કે, "વિદ્યા ભલે એવો દાવો કરી રહી હોય કે છેલ્લા દોઢ દાયકામાં મહિલા કેન્દ્રિત ભૂમિકાની શરૃઆત તેણે કરી છે પરંતુ વિદ્યા એ વાત ભૂલી રહી છે કે મહિલા કેન્દ્રિત ફિલ્મની શરૃઆત મેં જ કરી હતી. 'ઝુબેદા', 'ફિઝા', 'શક્તિ' જેવી મારી ફિલ્મો મહિલા કેન્દ્રિત જ હતી."
"હું પ્રામાણિકપણે એમ માનું છું કે એક સારા કલાકારને હંમેશાં સારી ફિલ્મસ્ટોરી અને ડિરેક્ટર મળી જ રહે છે. હું છેલ્લાં ૨૦ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું, જોકે, આ ૨૦ વર્ષમાં મેં કદી પ્રેક્ષકો સાથે બેસીને થિયેટરમાં ફિલ્મ નિહાળી નથી, જેને તમે મારી અંધશ્રદ્ધા ગણી શકો છો." તેમ કરિશ્માએ ઉમેર્યું હતું.