Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:08:39 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News વડાપ્રધાન બપોરે 2 વાગે ઉત્તરાખંડની મુલાકાત લેશે
 

દળોના મૂવમેન્ટની જાણ કરવી જરૂરી નથી : લશ્કરી વડા

Apr 07, 2012 National
 
Tags:   V.K. Singh Defence Ministry Supreme Court AK Antony Manmohan Singh CBI Lt General Tejinder Singh Lt General Dalbir Singh Suhag Ambika Banerjee Trinamool MP Lt General Bikram Singh comment     E-Mail     Print    
 
Viewed: 1074
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૭


લશ્કરી બળવાની હિલચાલ કોઈ ભેજાગેપની ઊપજ

જાન્યુઆરીના મધ્યમાં લશ્કરનાં બે યુનિટની 'અસામાન્ય' હિલચાલના અહેવાલોને નકારી કાઢતાં લશ્કરી વડા જનરલ વી. કે. સિંહે આ હિલચાલને 'રુટિન' ગણાવી હતી અને યુનિટની હિલચાલ માટે સરકારને જાણ કરવાની કોઈ જરૂર નથી. લશ્કરે બેે એકમોની હિલચાલની સરકારને જાણ કરવાના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે શું થયું છે ? અને સરકારને શા માટે જાણ કરવી જોઈએ ? હકીકતમાં લશ્કરી બળવાના અહેવાલો કોઈ ભેજાંગેપની ઊપજ છે.

બે યુનિટની હિલચાલના સંદર્ભમાં સરકારે લશ્કર પાસેથી ખુલાસો માગ્યો હોવાનો ઈનકાર કરતાં લશ્કરી વડાએ કહ્યું હતું કે તેમની પાસેથી કોઈ ખુલાસો માગવામાં આવ્યો નથી. આ રુટિન મુદ્દાઓ છે, એક અથવા બે યુનિટની હિલચાલથી કોઈ ફરક પડતો નથી. આર્મ્ડ ડિવિઝન દિલ્હી તરફ કૂચ કરી જતી નહોતી. બંને યુનિટની હિલચાલના સમય અને સુપ્રીમ કોર્ટમાં તેમના કેસના ટાઈમિંગ વચ્ચે કોઈ કડી હોવાનો ઈનકાર કરતાં તેમણે કહ્યું હતું કે આમ્ કોઈ પગલાંથી સરકાર ગભરાતી નથી. વડાપ્રધાન મનમોહનસિંહ, સંરક્ષણપ્રધાને પણ આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

એક અગ્રણી અંગ્રેજી દૈનિકે ૧૬મી અને ૧૭મી જાન્યુઆરીએ મોડી રાત્રે લશ્કરના બે યુનિટોની હિલચાલને લશ્કરી બળવા સમાન ગણાવ્યો હતો. વયના વિવાદના મુદ્દે લશ્કરી વડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તે જ દિવસે બે યુનિટ રાજધાની દિલ્હી કૂચ કરી ગયા હતા. જોકે, આ લશ્કરી કાર્યવાહીને લશ્કરી બળવામાં ખપાવી દેવાના મીડિયાના પ્રયાસોની સરકાર તેમજ વિપક્ષે આકરી ઝાટકણી કાઢી હતી. સંરક્ષણ પ્રધાન એન્ટોની સહિત સરકાર અને વિવિધ રાજકીય પક્ષોએ પણ આ મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા. રાજકીય પક્ષોએ લશ્કરમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com