Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 06:59:44 AM IST
 

ફિલ્મ રિવ્યૂ: હાઉસફૂલ-2

Apr 07, 2012 Entertainment > Review
 
Tags:   Film review Akshay kumar John abraham Asin Thottumkal Jacqueline fernandez Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 9623
Rate: 4.4
Rating:
Bookmark The Article

કલાકાર: અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, રિતેષ દેશમુખ, શ્રેયસ તળપડે, ચંકી પાંડે, મિથુન, બોમન ઈરાની, ઋષિ કપૂર, અસીન, ઝરીન ખાન, જેક્વેલિન ફર્નાન્ડિઝ, જ્હોની લીવર, શહજાન પદ્મશ્રી, મલાઈકા અરોરા ખાન

નિર્દેશક: સાજિદ ખાન
નિર્માતા: સાજિદ નડિયાદવાલા
ગીત: સમીર, નવાબ આરઝૂ
રેટિંગ:

સ્ટોરી:  હાઉસફૂલ-2 પાર્ટ બીજો નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે. દરેક પિતા પોતાની પુત્રીઓનાં લગ્ન  પોતાના કરતાં ચઢિયાતા અને તમામ બાબતોમાં શ્રેષ્ઠ હોય તેવાં કુટુંબમાં પરણાવવા ઈચ્છે છે લંડનમાં રહેતા ચાર પિતાને પણ આવી જ ઈચ્છા છે કે પોતાની પુત્રીઓના લગ્ન અબજોપતિ લાઈફ પાર્ટનર સાથે થાય. પુત્રીઓનાં પતિની શોધમાં ચાર મુરતિયા મળે છે અક્ષય કુમાર (સની) જ્હોન અબ્રાહમ (મેકસ) રિતેશ દેશમુખ(જ્વાલા) અને શ્રેયસ તલપળે (જય) આ ચારને જોઈને લાગે છે કે તેમની ચાર પુત્રીઓ હિના, પારુલ, જિયો અને બૉબીને જોઈએ તેવા જ પતિઓ મળી ગયાં છે. તેમને લાગે છે પોતાની પુત્રીઓને હંમેશાં એશ-આરામમાં રાખશે તેવા પતિઓની શોધ હવે પૂરી થઈ છે. બીજી તરફ આ તમામને લાગે છે કે પોતે ધનવાન સસરાની પુત્રીઓ સાથે લગ્ન કરીને જીવનભર ધનમાં આળોટવા મળશે. આ દરમિયાન એક છત નીચે રહેતાં આ ચારેયને મનમેળ નથી. તેઓ એકબીજાને સહન કરી શકતા નથી. હંમેશાં ગેરસમજમાં રહેતાં એકબીજાને કઈ રીતે સહન કરે છે તે આ ફિલ્મમાં દર્શાવ્યું છે.

રિવ્યૂ:  હાઉસફૂલ-2   ફિલ્મમાં એવું લાગે છે કે સાજિદ ખાને તમામ કલાકારોને પોતાની રીતે રોલ કરવાની આઝાદી આપી છે. આ આઝાદીને લીધે તમામ કલાકારો સ્ક્રિન પર પોતાનો રોલ સ્વતંત્રતાથી નીભાવી શક્યા છે. આ પોઈન્ટને લીધે અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ પોતાનો અભિનય વ્યવસ્થિત કરી શક્યા છે.સાજિદ ખાને મશાલા ફિલ્મોના શોખીનો માટે સુંદર મશાલો પીરસવામાં કોઈ કચાસ નથી છોડી. આ ફિલ્મમાં ચાર સુંદરીઓએ પણ સુંદર અભિનય કર્યો છે. જો કે આ સમગ્ર ફિલ્મનું નેગેટિવ પાસું એ રહ્યું છે કે ડાયલોગ્સ રિપિટ થતા જોવા મળે છે.  મલ્ટિસ્ટારર ફિલ્મમાં વાર્તાનો તંતુ યોગ્ય બેસતો નથી. તેમજ પાછલી ફિલ્મના અનેક સીન્સ પુનરાવર્તિત થતા હોઈ કંટાળો આપી જાય છે. આ ફિલ્મમાં આવેલા સિનિયર અભિનેતાઓએ પણ પોતાની એક્ટિંગના ચોકઠામાં સુંદર રીતે બેસી જાય છે. જો કે એન્ટરટેઈન્ટમેન્ટની અપેક્ષા લઈને ફિલ્મ જોવા જનાર વર્ગને આ ફિલ્મ ચોક્કસ ગમશે તેમાં બેમત નથી.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com