ભૂવનેશ્વર 07, એપ્રિલ
ઇટાલિયન નાગરિકોને બંધક બનાવનારા માઓવાદી સંગઠને શુક્રવારે ઓડિશા સરકારને કેદીઓને મુક્ત કરવાનો પ્રસ્તાવ ફગાવીને નવું અલ્ટીમેટમ આપ્યું છે. આ સંગઠને 96 કલાકની અંદર તેમની માંગણી પુર્ણ થવા પર ઇટાલિયન નાગરિકોને મારવાની ધમકી આપી છે. જો કે, 24 માર્ચના રોજ 37 વર્ષીય બીજદ વિધાયક ઝીણા હિકાકાનું અપહરણ કરનારાઓ માઓવાદીઓએ અત્યાર સુધી સરકારના પ્રસ્તાવ પર કોઇ જવાબ આપ્યો નથી. હિકાકાનું અપહરણ માઓવાદીઓના એક અન્ય સંગઠને કર્યું છે.
ઓડિશા સરકારે માઓવાદીઓને ઇટાલિયન નાગરિક પાઉલો બોસુસ્કોની મુક્તિ બદલ મુક્ત કરનારા 27 કેદીઓની યાદી સોંપી હતી. માઓવાદીઓએ આ યાદીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ યાદીમાં એ લોકોના નામ સામેલ નથી જેને તેઓએ છોડવાની માંગ કરી હતી. રાજ્ય સરકાર પર દબાણ કરતા માઓવાદીઓએ 96 કલાકમાં માંગણી પુરી નહીં થવા પર અતિવાદી પગલાં ઉઠાવવાની ધમકી આપી છે.
મીડિયાને મોકલવામાં આવેલા એક ઓડિયો સંદેશમાં માઓવાદી ઓડિશા રાજ્ય સંગઠન સમિતિના ઉચ્ચ નેતા સવ્યસાચી પાંડાએ કહ્યું કે ઇટાલિયન નાગરિક બોસુસ્કોને મુક્ત કરવા બદલ જે કેદીઓની મુક્તિનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે અસ્વીકાર્ય છે અને 96 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવે છે. પાંડાએ બોસુસ્કોની મુક્તિ બદલ તેમની પત્ની સુભાશિષનું નામ સામેલ હતું. પાંડાની માંગણીઓને પુર્ણ કરવા માટે લેખિત સમજૂતીની માંગ કરવામાં આવી છે.
તેઓએ માઓવાદીઓ તરફથી મધ્યસ્થતા કરનારા બીડી શર્મા અને દંડપાણિ મોહંતીની સાથે સરકારની વાતચીતને સ્વાંગ ગણાવી છે અને કહ્યું કે રાજ્ય સરકાર મોડું કરવાની રણનીતિ અપનાવતા કહ્યું છે અને બોસુસ્કોની મુક્તિ માટે 13 માંગણીઓ પર કોઇ સ્પષ્ટ નિર્ણય નથી કર્યો. માઓવાદીઓએ આ નવા અલ્ટીમેટમના થોડાં કલાકો પહેલા સરકાર અને માઓવાદીઓના મધ્યસ્થોએ હિકાકા અને બોસુસ્કોની મુક્તિ બદલ મુખ્યમંત્રીના 27 લોકોને મુક્ત કરવાના પ્રસ્તાવ પર વિચાર વિમર્શ કર્યો છે.
ઇટલીના રાજદૂત જિયાકોમો સૈનફેલિસ ડિ મોંતેફોર્તેએ નવા અલ્ટીમેટમ બાદ મુખ્ય સચિવ બીકે પટનાયક સાથે મુલાકાત કરી છે. મુખ્ય સચિવ અને ગૃહ સચિવ યુએન બેહરાએ કહ્યું કે પાંડા દ્વારા કરવામાં આવેલી નવી માંગણીઓની તપાસ પણ કરવામાં આવી રહી છે.