Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 01:45:11 PM IST
 

કમ્પ્યુટર સે તેજ દિમાગવાલે ચાચા ચૌધરી

Apr 07, 2012 Supplements > Kids World
 
comment     E-Mail     Print    
 
Viewed: 884
Rate: 0
Rating:
Bookmark The Article

કાર્ટૂન કેરેક્ટર

બાલ દોસ્તો, વિદેશની ભૂમિ પર નિર્માણ થયાં હોય ને ભારતમાં ધૂમ મચાવી હોય એવાં અનેક કાર્ટૂન કેરેક્ટર છે, પરંતુ ભારતની માટીમાંથી જ પેદા થયેલું કાર્ટૂન કેરેક્ટર ચાચા ચૌધરી પણ કાંઈ ઓછું લોકપ્રિય નથી. ચાચા ચૌધરીનો એક સાથી છે જેનું નામ છે સાબુ. જે જ્યુપિટર નામના ગ્રહનો વાસી છે. જેનું શરીર ભલે દૈત્યના આકારનું હોય, તો પણ તે દયા અને કરુણાથી ભરેલો છે. એને હંમેશ હેરાન-પરેશાન કરતાં દુશ્મન પાત્રોમાં ગોબરસિંહ અને રાકા એ મુખ્ય છે. જ્યારે કમ્પ્યુટરની ભારતમાં હજુ માંડ થોડીક શરૃઆત થઈ હતી ત્યારે ચાચા ચૌધરીના દિમાગની સરખામણી કમ્પ્યુટર સાથે કરવામાં આવતી હતી. આથી બુદ્ધિશાળી બાળક માટે કમ્પ્યુટર દિમાગ એવો શબ્દ પ્રચલિત કરવાના મૂળમાં ચાચા ચૌધરીનું આ કાર્ટૂન કેરેક્ટર છે. જ્યારે પણ કહાનીમાં એવું લાગે કે હવે શું થશે ત્યારે ચાચા એવો જડબાતોડ ઉપાય શોધી કાઢે કે એક વાર નહીં, સો વાર એમ કહેવું પડે કે વાહ ચાચા વાહ! માથે ફેંટો અને ગામડિયા પોષાકમાં સજ્જ ચાચાને જોઈને એમ ધારી લે કે ચાચાને શું ખબર એ પછી ચાચા એવો પાઠ ભણાવે કે છેતરનારો તો ખો ભૂલી જાય. દૂર-દરાજ ગામોથી માંડીને શહેરી બાળકોનાં હ્ય્દય પર રાજ કરનાર આ કેરેક્ટર ટીવીમાં એપિસોડ તરીકે પણ પ્રસારિત થતું રહ્યું છે. ચાચાનો ખાસ મદદગાર જ્યુપિટર ગ્રહનો નિવાસી સાબુ જ્યારે ગુસ્સો કરે ત્યારે જ્યુપિટર ગ્રહ પર જ્વાળામુખી ફાટે છે. ચાચા ચૌધરીની પત્નીનું નામ ચન્ની માસી છે. કોમિકની દુનિયાનાં પાત્રો બિલ્લુ અને પિંકી તેમનાં બાળકો સમાન છે. ચાચાના કૂતરા રોકેટને પણ યાદ ના કરીએ તો ના જ ચાલે. દૂધ પીતો દેશી કૂતરો ચાચા ચૌધરીને ખૂબ જ મદદ કરે છે. ૧૯૯૦ના દાયકામાં આ લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટરને પ્રાણકુમાર શર્માએ લખેલું છે. એક કોમિક્સ બૂકમાં આ કાર્ટૂન હપ્તાવાર પ્રસારિત થયું ત્યારે નાના મોટા સહુને ગમ્યું હતું.  

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com