મુંબઈ, તા. 07
પોતાની સ્ટાઈલ માટે પ્રસિદ્ધ બોલિવૂડની અભિનેત્રી સોનમ કપૂર એક સારી વાચક પણ છે. તેના જણાવ્યા પ્રમાણે તે પોતાની આત્મકથા લખવાનું પસંદ કરશે, ખાલિદ મોહમદ લિખિત 'ટૂ મધર્સ એન્ડ અધર સ્ટોરિઝ' પુસ્તકના વિમોચન પ્રસંગે આવેલ સોનમ કપૂરે જણાવ્યું કે, 'હું હંમણાં ઘણી નાની અને અનુભવહિન છું. મને લખવાનું નથી આવડતું. મને ખબર નથી કે મારી પાસે લખવાની પ્રતિભા છે કે નથી. પરંતુ તમે જાણતા હશો કે દરેક આત્મકામી હોય છે. સૌની અંદર લખવાની કળા છૂપાયેલી હોય છે.'
આ સંદર્ભમાં સોનમે આત્મકથા લખવાની ઈચ્છા વ્યક્ત કરી, હું એક દિવસે મારા જીવન અંગે લખીશ. છેવટે તો હું એક કલાકાર છું. તમામ કલાકારની અંદર એક લેખક છૂપાયો હોય છે. સોનમે પોતાની આત્મકથાના મુદ્દાઓ અંગે પણ વાતચીત કરી હતી. તેમને વધુમાં કહેતા કહ્યું કે 'કપડાં અને સ્ટાઈન મારી ખાનગી પસંદ છે. મારી પુસ્તકનો મુખ્ય મુદ્દો રોમાંસ પર હશે' તેમ જણાવતા સોનમે ઉમેર્યું કે 'તે નાની હતી ત્યારથી જ તેની માતા સાથે વાંચતી. મા તેમને અલક-મલકની કથાઓ સંભળાવતી.' ઉલ્લેખનીય છે કે સોનમ રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તરની સાથે નજરે પડશે.