Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 09:26:46 AM IST
 

ડ્રાય વેજિટેબલ મન્ચુરિયન (ખાના ખજાના)

Apr 07, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1755
Rate: 3.0
Rating:
Bookmark The Article

ખાના ખજાના - સંજીવ કપૂર
સામગ્રી
* મીડિયમ સાઇઝની છીણેલી કોબી - ૧ નંગ
* મીડિયમ સાઇઝનું છીણેલું ગાજર - ૧ નંગ
* નાની સાઇઝનું છીણેલું ફલાવર - ૧/૪ ભાગ
* ઝીણાં સમારેલાં લીલાં મરચાં - ૩ નંગ
* સમારેલી લસણની કળીઓ - ૧૫ નંગ
* ઝીણો સમારેલ આદુ - દોઢ ઇંચનો ટુકડો
* નમક સ્વાદ મુજબ
* મેંદો - ૧/૪ કપ
* ડાર્ક સોયા સોસ - ૪ ટીસ્પૂન
* તેલ - ૧ ટેબલસ્પૂન અને તળવા માટેનું તેલ
* સમારેલી સેલેરી - ૨ ઇંચની ડાળખી
* કોર્નફ્લોર - ૧ ટીસ્પૂન
* વેજિટેબલ સ્ટોક - ૧ કપ
* કાળા મરીનો પાઉડર - ૧/૨ ટીસ્પૂન
* વિનેગાર - ૧ ટીસ્પૂન
* ખાંડ - ૧/૨ ટીસ્પૂન
* લીલી ડુંગળીનાં ઝીણાં સમારેલાં પાન - ૨ ડાળખી
રીત

૧. કડાઈમાં જરૂરિયાત મુજબનું તેલ ગરમ કરો.

રગદોળીને રતાશ પડતા અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

૩. તે દરમિયાન નોનસ્ટિક કડાઈમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં બાકી રહેલા આદું, લસણ, લીલાં મરચાં, સેલેરી બાકી રહેલો સોયા સોસ ઉમેરો અને સાંતળો. બે ટેબલસ્પૂન પાણીમાં કોર્નફ્લોર ઓગાળો.

૪. વેજિટેબલ સ્ટોકને કડાઈમાં ઉમેરો અને એકથી બે મિનિટ માટે ઉકાળો.

૫. કોર્નફ્લોર મિશ્રણ, મરી પાવડર, વિનેગાર અને ખાંડને ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

૬. વેજિટેબલ બોલ્સને કાગળ પર કોરા કરો, અને તેને સોસમાં નાખો અને સારી રીતે મિક્સ કરો. તેને ગેસ પરથી ઉતારી લો અને તેમાં અડધા લીલી ડુંગળીનાં પાન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

૭. ગરમ કરીને ર્સિંવગ ડિશમાં ટ્રાન્સફર કરો અને બાકી રહેલાં ડુંગળીનાં પાનથી ર્ગાિનશ કરો.

મટર ઔર મંગોડી કઢી
સામગ્રી
* લીલા વટાણા - ૧/૨ કપ (મટર)
* મંગોડી - ૧/૨ કપ ( મગની વડી)
* ખાટું દહીં - દોઢ કપ
* બેસન - ૩ ટેબલસ્પૂન
* તેલ - ૬ ટેબલસ્પૂન
* નમક સ્વાદ અનુસાર
* હળદર પાઉડર - ૧/૨ ટીસ્પૂન
* લાલ મરચાં પાઉડર - ૧ ટીસ્પૂન
* એક ચપટી હિંગ
* જીરું - ૧ ટીસ્પૂન
* રાઈના દાણા - ૧/૨ ટીસ્પૂન
* મેથીના દાણા - ૧/૨ ટીસ્પૂન
* લસણની કળી - ૩થી ૪ નંગ
* લીમડાનાં પાન - ૬થી ૮ નંગ
* સૂકાં લાલ મરચાં - ૮ નંગ
રીત

૧. નોનસ્ટિક કડાઈમાં ચાર ટેબલસ્પૂન તેલ ગરમ કરો.

૨. બેસન, દહીં, નમક, હળદર પાઉડર, લાલ મરચા પાવડરને ભેગા કરો અને તે નરમ થાય ત્યાં સુધી ફીણો.તેમાં ત્રણ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

૩. કડાઈમાં મંગોડી ઉમેરો અને રતાશ પડતી થાય ત્યાં સુધી સાંતળો.

૪. ઊંડી નોનસ્ટિક કડાઈમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં હિંગ, જીરું, રાઈના દાણા, મેથીના દાણા ઉમેરો અને તપખીરિયા રંગનું થાય ત્યાં સુધી સાંતળો.

૫. લસણને ઝીણું સમારી લો તેમાં લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં ઉમેરો અને તેને ૧/૨ મિનિટ સાંતળો.

૬. તેમાં દહીંનું મિશ્રણ ઉમેરો અને સહેજ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.

૭. તેમાં લીલા વટાણા, મંગોડી વડી ઉમેરો અને બરાબર તૈયાર થઇ જાય ત્યાં સુધી પકવો.

૮. વરાળિયા ભાત સાથે ગરમ ગરમ સર્વ કરો.

Email : enquiry@sanjeevkapoor.com

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com