ઇન્ટિમસી - કામિની મોટવાણી
જો તમે તમારી રુટિન સેક્સ લાઈફથી કંટાળી ગયા હો અને કંઈ નવું કરવાનું વિચારતા હો તો તમે એકદમ યોગ્ય વિચારો છો, પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે નવું શું કરી શકાય? આ પ્રશ્નને લઈને વધારે મૂંઝાવાની જરૂર નથી. એવી કેટલીયે બાબતો છે જે તમારી રુટિન સેક્સ લાઈફને અનેક ગણી રોમાંચક બનાવી શકે છે. રુટિન સેક્સ લાઈફમાં નવું શુ કરવું તે જાણીએ
કામુક વાતચીત
તમારી રાતોને ચટપટી બનાવવા માટે સૌથી સરળ ઉપાય કામુક વાતચીત છે. રોજિંદા જીવનમાં કરતાં હોઈએ તેવી રેકર્ડની જેમ ઘસાઈ ગયેલી વાતોને બાજુ પર મૂકી દો. તેના બદલે આ પ્રકારની વાતચીત કરો અને જુઓ કે તમારી વાતચીતથી તમારો પાર્ટનર કેટલો રોમાંચક બની શકે છે. વાતચીત શું કરવી તે શોધવાની કે વિચારવાની બાબત નથી. એક વાત ખૂલ્યા પછી તેની મેળે જ બીજી, પછી ત્રીજી એમ એક પછી એક વાતો ખૂલતી જ જશે.
કામોત્તેજક વાર્તા સાંભળવી
જો તમે ઇચ્છો તો સાથે બેસીને કોઈ ઈરોટિક (કામોત્તેજક) સ્ટોરીનો આનંદ લઈ શકો છો. આ સમયે તમે તમારી કલ્પનાશક્તિને જગાડી શકો છો. તમારા પાર્ટનરને એક રોમાંચથી ભરેલી એક સ્ટોરી કહો. તેમાં ક્યાંક ક્યાંક થોડી રિયાલિટી પણ ઉમેરતા રહો. તેમાં કાલ્પનિક રોમાન્સ અથવા સેક્સ કરવાની વાત કરવી. તેનાથી તમે અને તમારો પાર્ટનર બંને રોમાંચનો અનુભવ કરશો.
માત્ર ચુંબન
વિશેષજ્ઞાનું કહેવું છે કે ચુંબન પોતે જ સમાગમની અન્ય ક્રિયાઓ જેટલાં જ ઉન્માદથી ભરેલું હોય છે. ચુંબન તમારા માટે એક-બીજાના શરીર સાથે રમત કરવાની અંતહીન શરૂઆત હોઈ શકે છે. હોઠ, કાન અને ગળાથી શરૂ કરીને તમે ધીરે-ધીરે આગળ વધી શકો છો. આ તમારા માટે ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ સાબિત થઈ શકે છે. ચુંબન એ કોઈ એક પાર્ટનર માટે નથી. ચુંબનમાં સ્ત્રી-પુરુષ એમ બંને પાર્ટનરે સરખા સહભાગી બનવું જોઈએ.
ઈરોટિક મસાજ
તેના માટે તમારે મસાજના એક્સપર્ટ હોવાની જરૂર નથી, પરંતુ તમારા બંને હાથનો સંવેદનસભર સ્પર્શ તમારા પાર્ટનરના સંવેદન તંત્રમાં પ્રેમના તણખા પેદા કરવા માટે પૂરતો છે. મસાજનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે મસાજ દરમિયાન બંને પાર્ટનર એકબીજાનાં શરીરના દરેક અંગથી સારી રીતે પરિચિત થઈ શકે છે. સ્ત્રી-પુરુષના શરીરમાં એવાં કેટલાંય અંગ છે જે ખૂબ જ કામોત્તેજક હોય છે. શક્ય છે માલિસ કરવાથી તમને આવું એકાદું અજાણ્યું અંગ મળી જાય. માલિસથી તમે એ પણ જાણી શકો છો કે તમારો સ્પર્શ તેનામાં ક્યારે અને કેટલો ગાઢ ઉન્માદ પેદા કરી શકે છે.
ઉત્તેજક કપડાં કે આંતઃવસ્ત્રો
તેના માટે તમારે જરૂર છે માત્ર એકાંતની થોડીક ક્ષણો અને સાથે મધુર સંગીત. તમારી એકસરતાથી ભરેલી દિનચર્યાને બાજુ પર મૂકી દો. તમારા પાર્ટનરને કહો કે તે એવા ઉત્તેજક કપડાં પહેરીને આવે, જેમાં તમે તેને જોવાની કલ્પના કરો છે. એ તમારા માટે રોમાંચક રહેશે કે તમારી પાર્ટનર તે કપડાંમાં કેવી લાગશે અથવા તે સમયે જ્યારે તે તમારી સામે એક-એક કરીને કપડાં ઉતારે.
હસ્તમૈથુન
તે માત્ર એકલા હોઈએ ત્યારે પોતાની સંતુષ્ટિનું માધ્યમ નથી. તમે તમારા પાર્ટનરની સાથે તેને અજમાવી શકો છે. તે વધારે ઉત્તેજક અને આનંદદાયક અનુભવ બની શકે છે. તેને તમે એકબીજાનાં શરીરની માલિશ કરી રહ્યાં હો તે દરમિયાન પણ અજમાવી શકો છો.
સ્નાન
ઠંડું પાણી પણ તમારી ભાવનાઓને ભડકાવી શકે છે. તેના માટે બંને પાર્ટનરે બાથરૂમના શાવર નીચે એકબીજાની સામે કપડાં વગર ઊભા રહી જવું. ઠંડા પાણીની સાથે એકબીજાનાં શરીરનો સ્પર્શ તમારા માટે ખૂબ જ ઉત્તેજક અને અવિસ્મરણીય રહેશે.
અહીં જણાવેલી બધી જ બાબતો એવા લોકો માટે રસપ્રદ છે, જેઓ સુરક્ષિત સમાગમ ઇચ્છે છે. આ સિવાય જે કપલ્સ કે પાર્ટનર્સ પોતાની રુટિન સેક્સ લાઈફથી ઉબી ગયા હોય કે કંટાળી ગયા હોય તેમના માટે એક નવો આનંદદાયક અનુભવ સાબિત થઈ શકે છે. આ વાંચીને તમને પણ ખ્યાલ આવ્યો હશે કે કઈ બાબત તમારા માટે રસપ્રદ રહેશે. તો લેટ્સ ટ્રાય!