Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 11:35:19 PM IST
 

The Knife & The Wife

Apr 07, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 2551
Rate: 4.0
Rating:
Bookmark The Article

આ કોઇ ફિલ્મનું શૂટિંગ નથી ચાલી રહ્યું પરંતુ થાઇલેન્ડના બેંગકોક શહેરમાં તાજેતરમાં જ એક વ્યક્તિએ પોતાની પત્નીને ચાકુની અણીએ બંદી બનાવી દીધી હતી. નવાઇની વાત તો એ છે કે, સકડાવૂત હામસીરી નામની ૩૦ વર્ષીય વ્યક્તિએ સતત છ કલાક સુધી પોતાની પત્ની થાવી નઇયાનિતને આવી રીતે ‘કેદ’ કરી લીધી હતી, અને સતત છ કલાક સુધી પોલીસ આ મહિલાને છોડાવવા પ્રયાસ કરતી રહી હતી. છેવટે પોલીસે ટેસર ગનનો ઉપયોગ કરીને તેના પતિને બેભાન કરી દીધો હતો, અને મહિલાને હેમખેમ છોડાવી લીધી હતી. થાવીના ગળા પર નાનકડો કાપો પડી ગયો હતો, પરંતુ સદ્નસીબે તેને કોઇ ગંભીર ઇજા પહોંચી ન હતી. આ દરમિયાન ગીચ વસતી ધરાવતા બેંગકોક શહેરની સાંકડી ગલીમાં આ મહાશયને જોવા લોકોના ટોળેટોળાં ઊમટી પડયાં હતા અને મહિલાને છોડી દેવા બૂમાબૂમ કરતા હતા. ટોળાંની ઉશ્કેરણીને પગલે થાવીનું મોત થવાની સંભાવના હતી. પરિણામે પોલીસે લોકોને દૂર ભગાડવા હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો અને ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે એ ટેસર ગનનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. પ્રસ્તુત તસવીરમાં દૃશ્યમાન પતિદેવ ડ્રગ્સનો બંધાણી છે. થાઇલેન્ડમાં ડ્રગ્સના પૈસા માટે ઘરની જ કોઇ વ્યક્તિ પર અત્યાચાર કરવો સામાન્ય બાબત છે અને પોલીસને લગભગ રોજેરોજ આવા અનેક લોકોને ઠેકાણે પાડવા ડયૂટી બજાવવી પડે છે. પોલીસે ડ્રગ્સનો ઉપયોગ અને કોઇને બંદી બનાવવાના ગુનામાં સકડાવૂત હામસીરીની ધરપકડ કરી છે, જ્યારે તેની પત્ની થાવીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દીધી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com