Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 09:24:09 PM IST
 

શોધ અને સન્માન

Apr 07, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 247
Rate: 0
Rating:
Bookmark The Article

એક દીકરી પોતાના ગુમશુદા પિતાને ફેસબુક પર શોધી રહી છે ત્યારે કેન્સરગ્રસ્ત ACPબાળકને ઢગલાબંધ મળી રહ્યા છે

સોશિયલ નેટર્વિંકગ સાઈટનું અવનવું
 
મળી રહ્યા છે પોઝિટિવ મેસેજ

જ્યારે બીજી તરફ ફેસબુકના કારણે કોઇના ડ્રીમને કેવી રીતે પૂર્ણ કરી શકાય તથા તેના કારણે કોઇના જીવનમાં કેવો પોઝિટિવ ચેન્જ લાવી શકાય તેનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે. હાલમાં જ અમદાવાદમાં શાહીબાગમાં રહેતા દસ વર્ષના કેન્સરગ્રસ્ત બાળક અનિકેત પરમારનું પોલીસ બનવાનું સપનું મેક અ વિશ ફાઉન્ડેશન અને અમદાવાદ પોલીસના સહયોગથી પૂર્ણ થયું. આ વિશે જ્યારે ફેસબુક પર અપડેટ મૂકવામાં આવી તો દેશભરમાંથી પોલીસના પોઝિટિવ ગેસ્ચરની પ્રશંસા કરવામાં આવી અને અનિકેતને કેન્સર સામે લડવાની શક્તિ મળે તેવા પોઝિટિવ કમેન્ટ પણ મૂકવામાં આવી. આમ, ફેસબુકના દ્વારા આ વાત વિશ્વભરમાં પહોંચશે અને અનિકેત જેવા અનેક બાળકોના જીવનને પોઝિટિવ ક્ષણો આપી સુખદ બનાવી શકાશે.

અમદાવાદની દીકરીની કહાની’

કહાની’માં વિદ્યા બાલન પોતાના ખોવાયેલા પતિને શોધવા માટે કોલકત્તા જાય છે ત્યારે અમદાવાદની એક યુવતી પોતાના પિતાને શોધવા માટે ફેસબુક પર આવી છે. ચોક્સી રમેશભાઇ ભીખાભાઇ (નામ બદલ્યું છે) કહ્યા વગર ચાલ્યા ગયા છે. જેમને પણ આ ભાઇ મળે તે આ નંબર પર કોન્ટેક્ટ કરો. ઇટ્સ નોટ જોક, પ્લીઝ રિપ્લાય. ફેસબુક પર એક યુવતીના અકાઉન્ટમાં એક ફોટો છે અને નીચે આ પ્રમાણેની કમેન્ટ છે. ફેસબુકનો ઘણાં લોકો મિસયૂઝ કરતાં હોય છે પણ ક્યારેક આ સાઇટનો આવી રીતે યોગ્ય ઉપયોગ પણ કરી માસ અપીલ પણ કરી શકાય છે. સોશિયલ નેટર્વિંકગની તાકાતની વાત કરીએ તો તેના કારણે ઇજિપ્ત અને ટયુનિસિયા જેવા દેશોમાં સત્તા પલટોના દાખલા પણ બનેલા છે. ત્યારે અમદાવાદની એક યુવતીનાં પિતા ઘરેથી કહ્યા વગર ૧૩ દિવસ પહેલા ચાલ્યા ગયા છે. તેણે બધે તપાસ કર્યા બાદ અને મિત્રના કહેવાથી કોઈ ઝંઝટમાં પડયા વગર ફેસબુકનો ઉપયોગ કર્યો છે અને તેણે અપીલ કરી છે. આ જ પ્રકારે વિશ્વાની ભાળ મેળવવા અને જન્મભૂમિ એક્સપ્રેસમાં મળેલી બાળકીની ઓળખ મેળવવા ફેસબુકનો યૂઝ કરવામાં આવ્યો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com