મુંબઈ : ૭ એપ્રિલ ૨૦૧૨
બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમના બ્રેકઅપ થયાને ઘણો સમય વીતી ગયો છે. એક સમયે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ હોટેસ્ટ કપલના સંબંધોમાં આજે કડવાશ આવી ગઇ છે, આમ છતાં તેમણે ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. બોલિવૂડમાં થતા ગણગણાટ મુજબ બિપાશા સંજય ગુપ્તાની મલ્ટિ-સ્ટારર ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’માં અભિનય કરવાની છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ ગેંગસ્ટર માન્યા સર્વેની મુખ્ય ભૂમિકામાં છે, આમ તો આ ફિલ્મમાં બિપાશા બાસુ અને મનોજ બાજપાઇ સાથે અભિનય કરવાના છે. સંજય ગુપ્તાએ આ ફિલ્મ માટે ખાસ એક આઇટમ સોંગ પણ વિચાર્યું છે, જેમાં બિપાશા જ્હોનની સામે ઠૂમકા મારતી જોવા મળશે.
આ ફિલ્મમાં બિપાશા અને મનોજ બાજપાઇની જોડી દેખાશે, પરંતુ સંજ્ય ગુપ્તા પોતાની આ બહુર્ચિચત ફિલ્મમાં બિપાશા અને જ્હોન પાસે એક આઇટમ સોન્ગ પણ કરાવવાના છે. બિપાશા-જ્હોનના દસ વર્ષ જૂના સંબંધનો અંત વર્ષ ૨૦૧૦માં આવ્યો હતો. આ કપલે છેલ્લે વર્ષ ૨૦૦૭માં ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’માં સાથે કામ કર્યું હતું, અને આ ફિલ્મ બાદ તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા.