Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 02:06:48 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

હેડી ક્લૂમ સીલ સાથે ડિવોર્સ લેશે

Apr 07, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 191
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ : ૭ એપ્રિલ ૨૦૧૨

સુપરમોડેલ અને ટીવી હોસ્ટ હેડી ક્લૂમે સિંગર હસબન્ડ સીલ સાથે ડિવોર્સ ફાઇલ કરતા લોકો ચોંકી ગયા છે. જોકે હેડીના સ્પોકપર્સને વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, આ મુદ્દે હેડી ક્યારેય જાહેરમાં કોઇ નિવેદન નહીં કરે. આ દરમિયાન સીલનો સ્પોકપર્સન ઉપલબ્ધ ન હતો.

સેલિબ્રિટી વેબસાઇટ ટીએમઝેડ.કોમના જણાવ્યાનુસાર, સેલિબ્રિટી કપલે લોસ એન્જલસમાં ડિવોર્સ પેપર ફાઇલ કરી દીધા છે. ડિવોર્સનું કારણ તેમણે ‘સમાધાન ન થઇ શકે એવા તફાવતો’ એવું આપ્યું છે.

ક્લૂમ અને સીલે વર્ષ ૨૦૦૫માં લગ્ન કર્યા હતા અને તેઓ ચાર બાળકોના માતા-પિતા છે. જાન્યુઆરી-૨૦૧૨માં તેમણે જાહેરાત કરી હતી કે, હવે તેઓ છૂટા પડવા જઇ રહ્યા છે. તેઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, “અમે પ્રેમાળ, વફાદાર અને સુખી લગ્નજીવનના સાત વર્ષ એકસાથે વિતાવ્યા છે, પરંતુ હવે અમે આત્મનિરીક્ષણ કરીને છૂટા પડવાનો નિર્ણય કર્યો છે.”

તેમણે એમ પણ કહ્યું હતું કે, “અમને એકબીજા માટે અત્યંત આદરની લાગણી છે અને અમે એકબીજાને પ્રેમ કરતા રહીશું, પણ હવે અમારે છૂટા પડવું પડશે.”

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com