મુંબઈ : ૭ એપ્રિલ ૨૦૧૨
કાદરખાન અમિતાભ બચ્ચનની ‘સત્તે પે સત્તા’, ‘નસીબ’, ‘હમ’, ‘ગિરફ્તાર’ ‘મુકદ્દર કા સિકંદર’ અને ‘અગ્નિપથ’ જેવી અનેક ફિલ્મો માટે ડાયલોગ લખી ચૂક્યા છે. કાદરખાને જાહેરમાં વાત કરતાં કહ્યું હતું કે, “રાજકારણે અમિતાભને ધરમૂળથી બદલી કાઢયો હતો અને પછી અમારી દોસ્તી રહી ન હતી.”
કાદરખાને કહ્યું છે કે, “અમિતાભ બચ્ચન રાજકારણમાં ગયા અને પછી એમ. પી. બન્યા ત્યારે મને ઘણું દુઃખ થયું હતું, કારણ કે, આ રાજકારણ એવી ચીજ છે જે માણસને બદલી નાખે છે, પછી તે પાછો આવ્યો ત્યારે તે મારો અમિતાભ ન હતો, મને ઘણું દુઃખ થયું હતું.”
તેમણે ઉમેર્યું હતું કે, “તે પોતે રાજકારણમાં ગયો પછી એમ. પી. બન્યો, પરંતુ તે મને રાજકારણમાં જવા બદલ હતોત્સાહ કરતો હતો. અમિતાભ કહેતો કે, જો રાજકારણીઓ તને રાજકારણમાં લઇ જવા ઇચ્છુક છે તો હું જ તારી વિરુદ્ધ જઇને લોકોને કહીશ કે, આ માણસ ખોટો છે... તેને મત ના આપતા... હરાવી દઇશ તને. મને હરાવવાની વાત કરતો કરતો તે એમ. પી. બન્યો અને પછી ઘણો બદલાઇ ગયો.”