સની દેઓલ તેના ‘ઢાઈ કિલો કા હાથ’ માટે જાણીતો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક ‘એ’ લિસ્ટર્સની જેમ સની પણ હસતા મોઢે તેનો ગુસ્સો પી જઈ શકે છે, આમ છતાં આ એક્શન હીરો અનેકવાર ‘ઓફ સ્ક્રીન’ લડાઈ કરી ચૂક્યો છે. આ અંગે સની કહે છે કે, “હા હું લડાઇ-ઝઘડા કરું છું, કારણ કે, હું ચોક્કસ સ્ટેન્ડ લઉં છું. હું જે કંઇ કરું છું તેમાં ફર્ક એટલો છે કે, હું મારી સાથેના કેટલાક બનાવોને બિનજરૂરી મહત્ત્વ નથી આપતો. તમે જોઇ શકો છો કે તાજેતરમાં આ બધા એક્ટર સાથે આવું જ થયું છે. (સૈફ અલીખાન, શાહરુખ ખાન અને સલમાન ખાન એમ વાંચો).”