Apr 24,2014 03:34:22 AM IST
 

શિનોરના કાર્ડ ધારકોને કૂપનો વિના જ સસ્તા અનાજનો પુરવઠો અપાશે

Aug 09, 2013 00:38 Baroda > Baroda District
 
comment     E-Mail     Print    
 
Viewed: 86
Rate: 0
Rating:
Bookmark The Article

શિનોર, તા. ૮

શિનોર નગરમાં ત્રણે રેશનીંગની દુકાનો છે. જેમાં ૨૮ જેટલા કાર્ડ ઘારકો છે. શિનોર તાલુકાની મોટા ભાગની રેશનીંગની દુકાનમાં ઓનલાઈનથી કુપન લઈ પુરવઠો આપવામાં આવે છે. જયારે શિનોરમાં વધુ કાર્ડ ઘારક હોય કામગીરી લેટ ચાલુ થઈ હતી. જેથી આ માસથી ગ્રામ પંચાયતમાંથી ઓન લાઈન કુપનો લઈ અનાજનો પુરવઠો તેમજ કેરોસીનનું વેચાણ કરવાનો હુકમ થયો હતો. કાર્ડ ઘારકો દ્વારા કેરોસીન અને અનાજનો જથ્તો લેવા ગઈકાલે રેશનીંગની દુકાને મોટી લાઈનો લાગી હતી. ત્યારે રેશનીંગ દુકાનદારોએ હવે ઓનલાઈન ગ્રામ પંચાયતમાંથી કુપનો લઈ આવવાનું કાર્ડ ઘારકોને જણાવતા કાર્ડ ઘારકો ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી ગયા હતા.

  • તહેવારોને અનુલક્ષીને કૂપનોની મડાગાંઠ દૂર કરવા હંગામી ધોરણે જનહિતમાં લેવાયેલો નિર્ણય

શિનોર ગ્રામ પંચાયતમાં એક જ કોમ્પ્યુટર અને એક ઓપરેટર અને તેઓ પણ નેટનુ સર્વર ધીમુ ચાલતુ હોય ભારે ઉહાપોહ થયો હતો. કાર્ડ ઘારકો ભેગા થઈને શિનોર મામલતદાર આશાબેન વસાવાને બે દિવસમાં ઈદનો ત્યોહાર દિવાસો તેમજ દશામાનુ વ્રતનો ત્યોહાર ચાલે છે. તો આ માસ માટે અમોને ડાયરેકટ દુકાનદાર પાસેથી કેરોસીન અને અનાજનો પુરવઠો મળે તેવુ આવેદનપત્ર આપ્યુ હતું. મામલતદાર આશાબેન વસાવા દ્વારા ટેલિફોનીક વડોદરા ડીએસઓનો સંપર્ક કરી અને આ માસ પુરતુ ડાયરેકટ દુકાનદાર પાસેથી પુરવઠો મળે તેવુ લેખીતમાં ભલામણ કરી હતી. જેની મંજુરી આવી જતા આજરોજ શિનોરના કાર્ડ ઘારકોને રેશનીંગની દુકાનથી ડાયરેકટ અનાજનો પુરવઠો તેમજ કેરોસીન મળતાં જ રાહતનો શ્વાસ લીધો હતો. આજ સવારથી જ દુકાનદારો દ્વારા તહેવારો હોય પુરવઠાનું વેચાણ કરતા કાર્ડ ઘારકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com