Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 04:43:44 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ચાસવડમાં મોબાઇલ ટાવરની ૩૬ બેટરીની તસ્કરી

Apr 08, 2012 Baroda > Bharuch-Narmada
 
comment     E-Mail     Print    
 
Viewed: 280
Rate: 0
Rating:
Bookmark The Article

ભરૂચ, તા.૭

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચાસવડ ગામે આવેલ મોબાઇલ ટાવરના સેલ્ટર રૂમનો દરવાજો તોડી કેટલાક તસ્કારોએ તેમાં મુકેલ ૩૬ બેટરીની ચોરી કરી હતી. મોબાઇલ ટાવરની બેટરી ચોરાય જવાથી જે તે વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની પણ સમસ્યા ઉદ્દભવી હતી. આ બનાવ અંગે વાલિયા પોલીસે ફરીયાદ નોંધી ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલ ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

વાલિયા તાલુકાના ચાસવડ ગામની સીમમાં આવેલા વિવિધ કંપનીના   મોબાઇલ ટાવરના સેલ્ટર રૂમમાં ગત તા.૨-૪ ના રોજ રાત્રી દરમ્યાન કટેલાક તસ્કારો દ્વારા ચોરી કરવામાં આવી હતી. રાત્રી દરમ્યાન ત્રાકટેલા તસ્કારોએ મોબાઇલ ટાવર નીચે આવેલા સેલ્ટર રૂમનો દરવાજો તોડી તેમાં મુકેલ કુલ ૩૬ બેટરીઓની ચોરી કરી હતી. બેટરી ચોરાતા જે તે મોબાઇલના નેટવર્કમાં પણ સમસ્યાઓ ઉદ્દભવી હતી. જો કે કંપની દ્વારા તત્કાલીન તેનું નિવારણ કરવામાં આવ્યું હતું.

બેટરીઓની ચોરી બાબતે કંપનીને જાણ થતાં રત્નાભાઇ મધાભાઇ પરમાર રહે. કીમ નાએ તા.૪-૪ ના રોજ વાલિયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. વાલિયા પોલીસે આ બનાવે આજે ભરૂચથી ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની ટીમની મદદ લીધી હતી. ઘટના સ્થળ પર પોલીસે ડોગ વડે મદદ લઇ એફએસએલ માટે કેટલાક નમુના લીધા હતા. તસ્કારોને ઝડપી પાડવા માટે પોલીસ એફએસએલની મદદ લીધી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com