મુંબઈ તા. ૭
રિઝર્વ બેંક તેની ક્રેડિટ પોલિસીમાં કેસ રિઝર્વ રેશિયો (સીઆરઆર) ઘટાડશે તો તે આ મહિના બાદ ધિરાણ દર ઘટાડશે તેવી સ્પષ્ટતા સ્ટેટ બેંકે કરી છે. છઠ્ઠી આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને ફાઇનાન્સ કોન્ફરન્સમાં એસબીઆઇના ચેરમેન પ્રતિપ ચૌધરીએ કહ્યું હતું કે, 'અમને સીઆરઆરમાં ૦.૭૫ ટકાનો કાપ મૂકવામાં આવે તેવી આશા છે. જો આમ થયું તો ગ્રાહકોને ચોક્કસ ફાયદો થશે.લ્લ
સીઆરઆર હેઠળ બેંકોમાં જમા રકમનો એક ટકા ભાગ રિઝર્વ બેંકની પાસે રોકડ તરીકે રહે છે. હાલ સીઆરઆર ૪.૭૫ છે. રિઝર્વ બેંક તેની ર્વાષિક નાણાકીય નીતિ ૧૭મી એપ્રિલે રજૂ કરવાની છે. આમ તે પછી ધિરાણ દરોમાં ઘટી શકે છે અને લોન લેનારાઓને સારો એવો ફાયદો થઇ શકે.