Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:00:28 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણીના વિવાદ અંગે દસમીએ સુનાવણી

Apr 08, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 408
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા.૭

તાજેતરમાં ભાવનગર શહેર સ્થિત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ, ઉપપ્રમુખ અને ૩૦ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બોગસ મતદાન અને ગેરરીતિના આક્ષેપ સાથેની ફરિયાદનો મામલો કોર્ટમાં ગયો હતો. દરમિયાનમાં આજની મુદતમાં પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે વધુ સુનાવણી આગામી તા.૧૦ મી એપ્રિલના રોજ નક્કી કરી છે.

આ અંગે ઉપલબ્ધ માહિતી મુજબ ભાવનગર ખાતે ગઈ તા.ર૪ મીના રોજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને ઉપ પ્રમુખ અને ૩૦ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બે ઉમેદવારોએ ચૂંટણીમાં મોટાપાયે બોગસ મતદાન અને ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી પુનઃ ચૂંટણી યોજવા માટે તેના વકીલ અક્ષય ઓઝા મારફતે કોર્ટમાં અરજી કરી હતી. જેની આજે શનિવારે અદાલતમાં સુનાવણી હતી.

ઉલ્લેખનીય છે કે, આજ તા.૭ ને શનિવારની મુદતમાં ચૂંટણી વિવાદની ફરિયાદની ભાવનગરના ૧૦ મી એડીશ્નલ શિંનિયર શિંવિલ જજ ડી.કે.દવેની કોર્ટમાં પ્રાથમિક સુનાવણી થઈ હતી. જેમાં અદાલત દ્વારા વધુ એક સુનાવણી આગામી તા.૧૦ મી એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે. આ કેસમાં પ્રતિવાદી તરફે વકીલ તરીકે હિતેશ વ્યાસ રોકાયેલા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com