Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 01:13:03 PM IST
 

સૌરાષ્ટ્રમાં સ્વનિર્ભર સ્કુલોની ફી વધારાનાં મામલે મનમાની

Apr 08, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 315
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ, તા.૭

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વનિર્ભર સ્કુલોમાં કોઈ પણ જાતની મંજૂરીએ વગર ફીમાં વધારા કરવામાંઆવી રહ્યાં છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સમસ્યાઓ ઉભી થાય છે. કોઈ પણ સ્કુલે ફી વધારો કરવા માટે ડીઈઓ કચેરીની મંજૂરી લેવી જરૂરી છે પણ હાલ વગર પરવાનગીએ શાળા સંચાલકો ફી વધારા ઝીંકી લેતા હોય તેની સામે પગલાં લેવા માટે સાંસદ કૂંવરજી બાવળીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ ઉઠાવી છે.

  • કોંગ્રેસનાં સાંસદ બાવળીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ ઉઠાવી

સ્વનિર્ભર સ્કુલો પોતાની નૈતિક જવાબદારીમાંથી   ચતુરાઈપૂર્વક છટકી જતાં હોય તેની સામે કાયદાકિય પગલાં જરૂરી છે. કેન્દ્રના રાઈટ ટુ એજ્યુકેશનના પરિપત્રનો રાજ્ય સરકાર તરફથી અમલ કરાતો નથી તેની અમલવારી પણ જરૂરી છે. શાળાઓ દ્વારા લેવાતી ફી ઉપરાંત અનામત બેઠકો સંદર્ભે પણ નિયમોનું પાલનકરાતું નથી. વિદ્યાર્થી કે, વાલીની કોઈ પણ પ્રકારની કસૌટી પ્રવેશ સમયે લેવી નહિ તેવી જોગવાઈ હોવા છતાં તેનો ભંગ કરવામાં આવી રહ્યો હોય છતાં પગલાં લેવાતા નથી. રાજ્ય સરકાર તેમાં પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com