Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 09:21:01 PM IST
 

21 દિવસ પછી પહેલી વખત જ્વેલર્સના શો રૂમ ખુલ્યા

Apr 08, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Gold Ahmedabad Strike comment     E-Mail     Print    
 
Viewed: 580
Rate: 4.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૮

કેન્દ્રીય નાણાં મંત્રીએ આપેલી ખાતરી અને વેપાર ધંધા ચાલુ રાખવાની અપીલને માન્ય રાખીને આજે દેશભરમાં શો રૂમ સવારથી ખુલી ગયા છે. જ્વેલરી ઉદ્યોગ માટે બજેટ જાહેર થયા બાદ આજે સૌપ્રથમ વખત શો રૂમ ખુલ્યા અને નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના બિલો બનવાના શરૂ થયા હતાં. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિયેશનના પ્રમુખ શીલચંદ જૈને જણાવ્યું હતું કે, ૧૫૪ જ્વેલરી એસોસિયેશનોએ આજે કામકાજ શરૂ કરી દીધા છે. જોકે એક્સાઇઝ સંપૂર્ણપણે પાછી ન ખેંચાય તો જ્વેલર્સ ફરીથી હડતાળ પર જશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

૧૬, માર્ચે રજુ થયેલા બજેટમાં સોના પરની આયાત ડયુટી ચાર ટકા, અને નોન બ્રાન્ડેડ જ્વેલરી પરની એક્સાઇઝ ટ્રાન્ઝેક્શન વેલ્યુના ૩૦ ટકા રકમ પર એક ટકો કરી નાંખવામાં આવી છે, જેના કારણે જ્વેલર્સ તત્કાળ હડતાળ પર ઉતરી ગયા હતાં. ગુજરાત જ્વેલર્સ એસોસિયેસને જણાવ્યું કે, ગુજરાતમાં અમદાવાદમાં તમામ શો રૂમ ખુલી ગયા હતાં. અમદાવાદમાં માણેકચોક અને સી.જી. રોડ તેમજ સેટેલાઇટ રોડ પરના તમામ શો રૂમ ખુલી ગયા હતાં. તમામ શો રૂમમાં ૧૧ વાગ્યાથી ગ્રાહકો આવવાના શરૂ થઇ ગયા હતાં.  દિલ્હીની મિટિંગની વિગતો આપવા માટે રાત્રે મીટિંગ પણ યોજવામાં આવી હતી.

  • રાજકોટ-સૌરાષ્ટ્રમાં સોમવારથી શો રૂમ ખોલવા નિર્ણયઃ અરવિંદ પાટડિયા
  • વડોદરામાં એક્સાઇઝ અધિકારીઓ આવ્યાની અફવાથી થોડો સમય ગભરાટ રહ્યો
  • મુંબઇમાં ઝવેરી બજારના ઝવેરીઓએ આજની રેલીમાં ભાગ લઇ દુકાનો બંધ રાખી

સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ધોરાજીમાં આજે શો રૂમ ખોલવા કે નહીં તે અંગે દ્વીધા હતી. સવારે જ્વેલર્સમાં તડા પડયા હોવાની વાત હતી. કેટલાક વેપારીઓએ દુકાનો ખોલી નાંખી અને કેટલાકે ધરણાં ચાલુ રાખ્યાં હતાં. રાજકોટના પેલેસ રોડ ગોલ્ડ ડીલર એસોસિયેશનના સભ્યોએ શો રૂમ ખોલી નાંખ્યા હતાં. પરંતુ બપોરે સોમવારથી કામકાજ શરૂ કરવા નિર્ણય લેવાઇ ગયો હતો. રાજકોટમાં જુનૂ સોની બજાર સવારે ખુલ્યુ ન હતું પરંતુ મોટા શો રૂમ ધીરે ધીરે ખુલવા માંડયા હતાં. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશને પણ હડતાળ સ્થગિત કરવાનો નિર્ણય સ્વીકારી લીધો છે. રાજકોટ સુવર્ણકાર લડત સમિતિના પ્રમુખ અરવિંદભાઇ પાટડિયાએ જણાવ્યું કે, સોમવારથી સૌરાષ્ટ્રમાં તમામ જગાએ જ્વેલર્સ શો રૂમ ખોલી દેશે અને કામકાજ શરૂ થઇ જશે.

  • નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના પ્રથમ નાણાકીય વ્યવહારો કરાયા
  • અમદાવાદમાં તમામ શો રૂમ અને હોલસેલના કામકાજ શરૂ થયા
વડોદરામાં બપોરે સુરત, રાજકોટમાં એક્સાઇઝવાળા આવ્યા છે અને કેટલાકને અંદર કરી દીધા એવી અફવા ચાલતા જ્વેલર્સમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જો કે વડોદરા જ્વેલર્સ એસોસિયેશનના હોદ્દેદારો સતત બધાના સંપર્કમાં રહી છે. આવી કોઇ ઘટના બની નથી અને એક્સાઇઝના અધિકારીઓ આવ્યાની વાત અફવા છે એવી જાણ કરતાં બધાએ હાશકારો અનુભવ્યો હતો. વડોદરામાં સામાન્ય કરતાં ૧૦ ટકા જેવી ઘરાકી વધારે રહી હતી. બોમ્બે બુલિયન એસોસિયેશનના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું કે, જે જ્વેલર્સે રેલીમાં ભાગ લીધો છે તે શોપ્સ ખોલી શક્યા નથી. મોટા ભાગનાએ શો રૂમ ખોલી નાંખ્યા છે.


બુલિયનના કામકાજ ક્યાં ક્યાં શરૂ થયા?
મુંબઇમાં કેટલીક દુકાનો ખુલી અને દિલ્હી ગોલ્ડ સ્મિથ જ્વેલર્સ એસોના સભ્યોએ કામકાજ શરૂ કર્યાં
અમદાવાદ, રાજકોટમાં અમુક શો રૂમ, સુરત વડોદરા જેવા મોટા સેન્ટરોમાં કામકાજ  શરૂ થયા

હજુ પણ  ક્યાં ક્યાં કામકાજ બંધ રહ્યાં?
મહારાષ્ટ્રમાં અગાઉથી નક્કી કરેલી રેલીમાં હજારો જ્વેલર્સે આજે પણ ભાગ લીધો અને દુકાનો ખોલી નહીં
રાજકોટ સુવર્ણકાર લડત સમિતિના સભ્યોએ આજે શો રૂમ ન ખોલ્યા, પણ સોમવારથી ખોલવાની જાહેરાત કરી
મુંબઇ ઝવેરી બજારના સંખ્યાબંધ વેપારીઓએ દુકાનો બંધ રાખી અગાઉ નિર્ધારિત કરેલી રેલીમાં ભાગ લીધો
નાગપુર સરાફા મર્ચન્ટ એસો.ના જ્વેલર્સે શોપ્સ ખોલી નહીં, સોમવારે આગળના કાર્યક્રમો જાહેર કરશે
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com