વડોદરા, તા. 08
જો તમે હંમણાં સુધી તમારી મનોકામના પૂરી કરાવવા માટે દેવી-દેવતાઓને લાડુ, મિઠાઈ અને ધૂપ, દીપ કે અન્ય અર્પણ કર્તા આવ્યા હોય અને અમે તમને એક એવા દેવતા વિશે બતાવીએ કે તેમને સિગારેટ ખૂબ પસંદ છે. આ દેવતા વડોદરા જિલ્લાના માંજલપુર વિસ્તારમાં સ્થિત છે. સ્થાનિક લોકો જીવા મામા નામની બોલાવે છે. લોકોનું કહેવું છે કે જીવા મામાને સિગારેટ અને દારૂ ચઢાવવાથી તેઓ ખૂબ પ્રસ્ન્ન થાય છે. અને ઈચ્છીત વરદાન પૂર્ણ કરે છે. મતલબ કે તમામ મનોકામનો પૂર્ણ કરે છે.
'જીવામામા' બન્યા દેવતા
માંજલપુર વિસ્તારના લોકોનું કહેવું છે કે ઘણાં વર્ષો પહેલાં લૂટારૂઓની એક ટૂકડી આ ગામમાં આવી હતી. જીવા મામા એ દિવસે પોતાની બહેન અને ભાણેજને મળવા ગામ ગયા હતા. લૂટારુઓને હુમલો કરતા જોઈને તેમની સાથે સંઘર્ષ કરવા લાગ્યા જીવા મામા. આનાથી ગામનાં લોકોમાં પણ હિંમત આવી ગઈ. તમામ લોકોએ હળીમળીને લૂટારુઓને દૂર કર્યા. આ ઘટનામાં જીવા મામાનું નિધન થઈ ગયું.
ગામનાં લોકોએ જીવા મામાનું મંદિર બનાવીને તેમની પ્રત્યે આભાર પ્રકટ કર્યો. જીવા મામાને સિગારેટ અને દારૂનો ખૂબ શોખ હતો. આનાથી લોકો તેમને સિગારેટ અને દારૂને પ્રસાદ રૂપે ચઢાવે છે. લોકોનું માનવું છે કે આનાથી તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે.
શુક્રવારે ભરાય છે મેળો
લખનઉના મૂસા બાગ હવેલીની પાસે એક અંગ્રેજ કેપ્ટનની સમાધિ છે. જેનું મોત 1857ના રોજ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન થયું હતું. જીવા મામાની જેમ તેમને પણ સિગારેટ ખૂબ પસંદ છે. દર શુક્રવારના રોજ તેમની સમાધિ પર સિગારેટ ચઢાવનારની ભારે ભીડ રહેતી હોય છે. લોકોનું માનવું છે કે આનાથી તેમની મનોકામના પૂરી થાય છે.