પૌડી, તા. 08
શેષનાગને હંમણાં સુધી તમે ટેલિવિઝન, ફિલ્મો કે તસ્વીરોમાં જોયા હશે, આ દ્રશ્ય જોવા લોકોની ખૂબ ઉત્સુકતા હતી. આ નાગ ઘણો જ શાંત સ્વભાવનો જણાઈ આવતો હતો. આ નાગના કુલ પાંચ મસ્તિષ્ક જણાઈ રહ્યા હતા. ખુદ નાગ પણ લોકોને જોઈને ફેણ ધીમે-ધીમે ડોલાવીને પોતાની પ્રત્યક્ષતાનું ભાન કરાવી રહ્યો હતો. જો કે લોકોની ભીડ જામી તો રહી હતી પણ આગળ વધવાની કોઈની હિંમત નહોતી હાલતી. કેટલાક શ્રદ્ધાળુ લોકો તો આ શેષનાગના દર્શન કરીને પોતાને ધન્ય સમજી રહ્યા હતા. તો કેટલાક લોકો ગભરાઈને ત્યાંથી નાસી જવામાં ભલાઈ સમજી રહ્યા હતાં. થોડાક સમય માટે આ રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો આ અદભુત નજારો જોવા માટે. થોડીવાર પછી તે સીધો થઈને નજીકની ઝાડીઓમાં ચાલ્યો ગયો. લોકોનાં મોંએ એક જ વાત હતી કે શું આ કળિયુગમાં શેષનાગના દર્શન થઈ શકે.
ઉત્તરાખંડના પૌડીમાં ભ્રમણ કરતા એક વાચકે અદભુત નજારો ધરાવતી છબિ મોકલી હતી. એક વિશાળ અને પંચમુખી નાગને જોવા લોકોની ભારે ભીડ જમા થઈ હતી તે આ તસ્વીરમાં નજરે પડે છે.