Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 02:12:50 PM IST
 

રોબોટિક્સરોબોટ તૈયાર કરતું વિજ્ઞાન

Apr 08, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 467
Rate: 0
Rating:
Bookmark The Article

ફિલ્મો અથવા કાર્ટૂન શોમાં રોબોટ્સને લગભગ બધાએ જોયા છે. તેનું તાજું ઉદાહરણ ફિલ્મ રોબોટ જ છે. તમે જોયું હશે કે એક સાધારણ રોબોટ મનુષ્યની જેમ કામ કરવા લાગે છે. વાસ્તવમાં રોબોટ્સની દુનિયા ખૂબ જ રોમાંચક છે. એ દિવસ દૂર નથી જ્યારે રોબોટ્સ આપણી જેમ ગીત ગાઈ શકશે અથવા રડીને પોતાની ભાવનાઓ પણ જણાવી શકશે.

રોબોટ્સની દુનિયા ઘણી ઝડપથી વિકસિત થઈ રહી છે. વિકસિત દેશોની ફેક્ટરીઓમાં તો રોબોટ દ્વારા કામ લેવું એ સામાન્ય થઈ ગયું. જ્યારે અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશો ઘરનાં કામકાજ માટે એકથી એક ચઢિયાતા રોબોટ તૈયાર કરી રહ્યા છે. આ બાબતે ઘણું કામ થઈ ગયું છે અને ઘણું થઈ રહ્યું છે.

વાસ્તવિક જીવનમાં રોબોટ એક મદદગારની ભૂમિકા ભજવે છે. રોબોટનો ઉપયોગ એવાં કામો માટે કરવામાં આવી રહ્યો છે. જે મનુષ્ય માટે ખતરનાક હોઈ શકે છે. જેમ કે, કારખાનાંઓમાં આગ અથવા એવાં રસાયણો સાથે કામ કરવું જે સામાન્ય રીતે મનુષ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે. એ રોબોટ્સ જ છે જેની મદદથી આપણે અંતરિક્ષ અથવા મંગળ ગ્રહ પર શોધખોળ કરી રહ્યા છીએ. જોકે એક વાત ચોક્કસ માનવી પડશે કે મનુષ્યને આટલે દૂર લઈ જનારા રોબોટ્સ પાછળ આખરે મનુષ્ય જ તો છે. એક રોબોટિક્સ એન્જિનિયર જે એક રોબોટ તૈયાર કરવા માટે તમામ એન્જિનિયરિંગ સબ્જેક્ટ્સ અને નોલેજનો ઉપયોગ કરે છે અને પોતાના વિચારને આકાર આપે છે, પરંતુ કામ એટલું સરળ નથી જેટલું લાગે છે. આ રસપ્રદ અને રોમાંચક તો છે જ સાથે તમને નવી વસ્તુ બનાવવાની તક મળે છે. ટૂંકમાં, મનુષ્ય સમાજ, દેશ અને દુનિયાની મદદ માટે કંઈક નવું આપી શકે છે.

ડિગ્રી અને જાણકારી

રોબોટિક્સ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પગલું ભરવા માટે એન્જિનિયરિંગ અથવા સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ ડિગ્રીની જરૂરિયાત હોય છે. રોબોટિક્સના ક્ષેત્રમાં અલગ-અલગ એન્જિનિયરિંગના વિષયોને વિશેષજ્ઞાતાની જરૂરિયાત હોય છે. જે એન્જિનિયર રોબોટિક્સમાં વિશેષજ્ઞાતા મેળવે છે તેઓ હંમેશાં મિકેનિકલ, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાંથી આવતા હોય છે. આજે દેશની ઘણી કોલેજો અને યુનિર્વિસટીઓ દ્વારા રોબોટિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ચલાવામાં આવે છે. આ ક્ષેત્રમાં સારા પૈસા અને નામ કમાવવા માસ્ટર્સ ડિગ્રી અથવા પીએચડી કરવાની જરૂરિયાત પડે છે. એક પીએચડી એન્જિનિયરની જરૂર આ ક્ષેત્રમાં શિક્ષણ આપવા માટે પણ છે. તેથી બીટેક પછીના અભ્યાસને ઓછો ન આંકવો. રોબોટિક એન્જિનિયરો માટે લોજિક, માઇક્રોપ્રોસેસરો અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગની જાણકારી જરૂરી છે અને તો જ અલગ-અલગ કામ માટે અલગ-અલગ રોબોટનું નિર્માણ કરવું શક્ય છે.

નોકરી ક્યાં મળશે?

રોબોટિક્સ એન્જિનિયરોને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં સરળતાથી નોકરી મળી જાય છે. જોકે ખાનગી ક્ષેત્રમાં કામ ખૂબ જ વધારે છે. અમેરિકા જેવા દેશમાં સ્પેસ, પ્લેન અને મિલિટરી ઇક્વિપમેન્ટ સહિતનાં વિવિધ ક્ષેત્રનું કામકાજ પ્રાઇવેટ કંપનીઓ કરી રહી છે. તેથી કામમાં તો કોઈ કમી જ નથી. પ્રાઇવેટ ક્ષેત્રમાં રોબોટ નિર્માતાઓ સિવાય રોબોટ ઉપયોગકર્તાઓ પાસેથી પણ રોજગાર મળે છે. ઘણા રોબોટિક્સ એન્જિનિયર કોલેજ, યુનિર્વિસટી અથવા વ્યાવસાયિક અને વ્યાપારિક સંસ્થાઓ માટે કામ કરે છે. રોબોટિક્સ એન્જિનિયરોએ મોટા ભાગનો સમય કારખાના અથવા પ્રયોગશાળામાં વીતાવવો પડે છે. કારખાનાંઓમાં એટલા માટે હાજર રહેવું પડે છે કે જેથી તેમના રોબોટમાં કોઈ પણ પ્રકારની નવી ખરાબી આવે, તો તેને તેઓ તરત જ ઠીક કરી શકે.

શૈક્ષણિક અને અન્ય યોગ્યતા

* ફિઝિક્સ, કેમેસ્ટ્રી, જિયોમેટ્રી, કમ્પ્યુટર અને એપ્લાઇડ ટેક્નોલોજી વગેરે વિષયો સાથે ૧૦+૨ પાસ હોવો જોઈએ.

* સમસ્યા ઉકેલવાનું કૌશલ.
* ક્રિએટિવિટી.
* મિકેનિકલ એપ્ટિટયૂડ.
* કોઈ પણ વસ્તુ પર ઝીણવટપૂર્વક ધ્યાન આપવાની ક્ષમતા.
* સારું ટીમવર્ક.
* ઉત્તમ કમ્યુનિકેશન સ્કિલ્સ.
શૈક્ષણિક સંસ્થાઓ

ભારતમાં રોબોટિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ચલાવતી અનેક સંસ્થાઓ છે. દરેક સંસ્થામાં જુદા જુદા કોર્સ ચાલતા હોય છે તથા ફીનું ધોરણ પણ અલગ અલગ હોય છે. કેટલીક સંસ્થાઓ આ

પ્રમાણે છે.

આઈઆઈટી, મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, કાનપુર, ખડગપુર.

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, કર્ણાટક.

ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ.

નિરમા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, અમદાવાદ

રોબોટિક્સ એન્જિનિયર શું કરે છે?

સમુદ્રના તળિયા અથવા બીજા ગ્રહો પર સંશોધન કરનારા રોબોટ્સની ડિઝાઇન તથા નિર્માણ.

રોબોટ્સની મદદથી ઓટોમેશન અને પ્રોડક્શન ક્ષમતામાં વધારો.

આધુનિક અને આગલી પેઢીને કામ આવે તેવા યાંત્રિક રોબોટ્સ બનાવવા.

કામકાજ

રોબોટિક્સ એ ખૂબ જ ઝડપથી વિકસી રહેલું ક્ષેત્ર છે, જેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. એક રોબોટિક્સ એન્જિનિયર એક ઉત્તમ રોબોટ ડિઝાઇન તો કરે જ છે સાથે રોબોટની ક્ષમતા વધારવા માટે નીતનવા પ્રયોગ પણ કરતો રહે છે. રોબોટની સાર-સંભાળ કે મરામતનું કામ પણ તેને જ કરવું પડે છે. રોબોટનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ, એગ્રિકલ્ચર, એરોસ્પેસ, માઇનિંગ અને મેડિકલ સહિત તમામ ઇન્ડસ્ટ્રીઓમાં થઈ રહ્યો છે.

રોબોટ જોખમી અને મનુષ્યો દ્વારા ન કરી શકાનારાં કામો પણ સરળતાથી કરી શકે છે. રોબોટિક એન્જિનિયર કમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને ડ્રાફ્ટિંગ (સીએડીડી) અને કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ (સીએએમ)નો ઉપયોગ પોતાના કામમાં કરે છે. ઓછી કિંમતે ઉત્તમ રોબોટ બનાવવાની રીત રોબોટિક રિસર્ચ એન્જિનિયરો શોધે છે. રોબોટ પ્રણાલી અને ડિઝાઇન પણ તેઓ જ તૈયાર કરે છે.

રોબોટિક એન્જિનિયર, જે રોબોટ નિર્માતાઓ માટે કામ કરે છે, તેમને રોબોટિક્સ ટેસ્ટ એન્જિનિયર અથવા ઓટોમેશન સિસ્ટમ એન્જિનિયર પણ કહેવામાં આવે છે. આ એન્જિનિયર મેન્યુફેક્ચરિંગ એસેમ્બલી લાઇન પર ખાસ ઉપયોગ માટે રોબોટ પ્રણાલીનો વિકાસ કરે છે. મશીનરી અને મનુષ્ય વચ્ચે તામમેલ બેસાડવાની જવાબદારી તેમની જ હોય છે. તેઓ હવે સાધારણ રોબોટની જગ્યાએ ચાલતા-ફરતા એવા રોબોટ્સ પર કામ કરી રહ્યા છે જે અંતરિક્ષ અનુસંધાન અને ચિકિત્સાના ક્ષેત્રમાં ઉપયોગી નીવડે.

 
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com