Cover Story-Khushali Dave
પરિપૂર્ણ થઈને પોતાનો વિકાસ કરવા માટે કોઈ તમારી મદદ કરે એના કરતાં તમે પોતે ખુદની મદદ વધુ કરી શકશો, કારણ કે જે પથ પર તમારા પગ ચાલ્યા હશે એ માર્ગે પ્રગતિ કેટલે દૂર છે એ તમે પોતે જ સારી રીતે માપી શકશો. તમારા બદલે અન્ય કોઈની ફૂટપટ્ટી ત્યાં કામ નહીં લાગે...
આપણે કોઈ સંતમહાત્મા કે અવધૂત જેવી જિંદગી જીવતા નથી કે જંગલમાં ઘાસની ઝૂંપડી બનાવીને એમાં સુખેથી જીવન વીતાવવાનો સંકલ્પ કરી લઈએ. દુનિયા સામે પોતાને મહાન સાબિત કરીને કુદરતી સુખોમાં જ સાચું સુખ છે એવું કિતાબોમાં જ શોભે. એ રટણ આપણે કરી શકવાના નથી. આધુનિકતાથી ભરપૂર આજના માણસની જિંદગી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક છે પ્રોફેશનલ લાઈફ અને બીજી છે, પર્સનલ લાઈફ. બન્ને સિક્કાની બે બાજુ જેવી છે. બન્ને પાસા એકબીજાથી અલગ છતાં એકબીજા સાથે ગાઢપણે જોડાયેલા. આ બન્ને પાસાથી બનેલી જિંદગીમાં તાત્ત્વિક ફિલસૂફીને સાઈડ લાઈન કરી અને માપવું તો પડે જ કે આપણે પ્રગતિના પંથે છીએ કે નહીં!? પ્રોફેશનલી આપણે જ્યારે પ્રગતિના પંથે હોઈએ ત્યારે આપોઆપ આપણી પર્સનલ લાઈફ પર પણ તેની હકારાત્મક અસર ઊભી થાય છે. પ્રોફેશનલ પ્રગતિનો માપદંડ સીધી સાદી સરળ ભાષામાં સમજવો તદ્દન સહેલો છે.
મહત્ત્વાકાંક્ષા
જ્ઞાનના માર્ગે આગળ વધીને પ્રામાણિક નીતિ દાખવીને જ્યારે કારકિર્દીનો વિકાસ કરતાં પણ તમારું પેટ અને મન ન ભરાય તે મહત્ત્વાકાંક્ષા. કમ્પ્યુટરકિંગ બિલ ગેટ્સે આપેલા આ સિદ્ધાંતને તમારા જીવન માટે ચકાસી જુઓ. જો તમને થાય કે તમે જે મેળવ્યું છે એનાથી વધારે તમને મળી શકે તેમ નથી તો તમારી મહત્ત્વાકાંક્ષા મુજબ તમે પાર ઊતરી ચૂક્યા છો, પણ જો તમને થાય કે સફળતાના અડધે રસ્તે પણ તમે પહોંચ્યા નથી અને હજી તો ઘણું કરવાનું બાકી છેની લાલચ તમારામાં હોય તો તમારી મહત્ત્વાકાંક્ષાઓને પૂરી કરવાનો વખત તમારાથી દૂર છે.
પ્રગતિ એટલે શું?
દસમા ધોરણમાં ધારો કે તમારા સીત્તેર ટકા આવ્યા. એ પછી બારમા ધોરણમાં પણ તમારા એટલા જ કે એનાથી વધારે ટકા સાથે તમે પાસ થાઓ તો તમારી પ્રગતિ થઈ. રસ - રુચિના વિષય સાથે જ્યારે તમે બારમા ધોરણ બાદ કે ગ્રેજ્યુએશન બાદ માસ્ટર્સમાં પણ ટોપ કરો એ પ્રગતિ છે. માસ્ટર્સ બાદ સારી નોકરી મેળવવી ને એ નોકરીમાં કે એ ક્ષેત્રમાં જ્યારે તમે બઢતી મેળવીને પગારમાં વધારો મેળવો એ પ્રગતિ છે. તમે તમારા ક્ષેત્રમાં નિષ્ણાત હો એ તમારી સૌથી મોટી મહારત કે પ્રગતિ છે. પાછી પેલી જંગલની વાત કરીએ તો... વાસ્તવિકતામાં બધાં સુખ સગવડો કે ભૌતિક સાધનો છોડવા માટે તમને કે તમારી સાથે જોડાયેલી વ્યક્તિઓને કહેવામાં આવે અને તમે એ જ ઘડીએ હા ભણી દો એવંુ થવાનું છે?! નહીં ને તો બીજો ઉપાય છે, પ્રોફેશનલ ગ્રોથ કરો અને દુનિયામાં જીવતી દરેક વ્યક્તિ જેવું સામાન્ય જીવન જીવીને પોતાની એક અલગ છાપ દુનિયામાં ઊભી કરો અને સફળ થાઓ. હવે તમારી પ્રગતિ પર્સનલ લાઈફ સાથે કેવી રીતે જોડાઈ એ જોઈએ તો જ્યારે તમે કારકિર્દીનું ઘડતર ઉત્તમ રીતે કરશો તો તમારી આજીવિકા અને આજીવિકાનાં સાધનોનો પણ વિકાસ થશે. જે તમારી અંગત જિંદગી પર હકારાત્મક અસર ઊભી કરશે.
પ્રગતિ અને સંતોષ
કોઈ પૂછે કે પ્રગતિનો માપદંડ શો? તો તમે તમારું કાર્ય સંતોષકારક રીતે પાર પાડયું હોવાની અનુભૂતિ અને નિર્ધારિત ધ્યેયનું સિદ્ધ થવું એ જ ખરી પ્રગતિ છે અને પ્રગતિનું પરિણામ પણ. બીજા લોકો સાથેની સરખામણી વગર આપણે જ્યારે આપણી ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરીને જ્યારે સમયમર્યાદામાં રહીને એવું કાર્ય કરીએ કે જેની સફળતાનો આપણને સંતોષ મળે તે જ આપણી ખરી પ્રગતિ છે.
કૌશલ્ય
મલ્ટિટાસ્કિંગના જમાનામાં જ્યારે પરફેક્ટ પ્રોફેશનલ વ્યક્તિના પેકેજ મટીરિયલની વાત હોય તો વ્યક્તિની દરેક બાબતે સૂઝ કે થોડા અંશે દરેક વિષયમાં સૂઝ હોવી અનિવાર્ય છે. આપણે કોઈ એક ક્ષેત્રમાં ૧૦૦૦ ટકા સુધારાઓ કરવાની ઘણી વખત જરૂરિયાત હોય એ કરતાં ૧૦૦૦ વિવિધ ક્ષેત્રમાં એક પર્સન્ટ સુધારા કરવાની જરૂર હોય છે. વળી તે સહેલું પણ છે. આ જ બધી બાબતો આપણને અન્ય કરતાં વેંત ઊંચા રાખે છે અને જીવનની દરેક સ્પર્ધામાં વિજય
અપાવે છે.પ્રગતિના માર્ગમાં આવતા અંતરાયો
|
|
|
અહંકાર
|
|
નિષ્ફળતાનો ભય
|
|
આત્મસન્માનનો અભાવ
|
|
ઔપચારિક પરંતુ નક્કર લક્ષ્યનો અભાવ
|
|
જીવનમાં આવતાં પરિવર્તનો
|
|
કાર્ય મુલતવી
|
|
રાખવાની વૃત્તિ
|
|
કૌટુંબિક જવાબદારીઓ
|
|
આર્થિક સુરક્ષિતતાની બાબતો કે સમસ્યાઓ
|
|
દિશાહીનતા, ગૂંચવણો
|
|
તત્કાલીન આર્થિક લાભ માટે દીર્ઘકાલીન યોજના પ્રત્યે દુર્લક્ષ
|
|
બધાં જ કાર્યો એકલે હાથે પાર પાડવાનો દુરાગ્રહ
|
|
ક્ષમતા કરતાં વધુ જવાબદારી માથે લેવી
|
|
પ્રશિક્ષણનો અભાવ
|
|
દૃઢ નિશ્ચયનો અભાવ
|
|
પ્રાથમિકતા નક્કી
|
|
કરવાનો અભાવ
|
સંઘર્ષ સાથે જોડાયેલી પ્રગતિ
ગુજરાતીની એક કહેવત છે કે ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.’ મહેનત કર્યા વગર કોઈ પણ ક્ષેત્રે સફળ બની જવાના શોર્ટકટ હજી શોધાયા નથી. મહેનત અને સંઘર્ષથી જ પ્રગતિનો પથ કંડારાય છે. સંઘર્ષ વગરની પ્રગતિ તમને પળભરની ખુશી આપી શકશે, પણ સંઘર્ષથી પ્રગતિશીલતા તરફ જવાનો રોમાંચ એમાં નહીં હોય. અંગ્રેજીમાં એક કહેવત છે કે શાંત દરિયો કદી કુશળ ખલાસી બનાવતો નથી અથવા એમ કહી શકાય કે શાંત જળ કોઈ દિવસ બાહોશ ખલાસીનું નિર્માણ નથી કરતાં. તમારા પ્રોફેશનલ ગ્રોથ માટે પણ એવું કહી શકાય કે, શરૂઆતમાં તમે પસંદ કરેલું ક્ષેત્ર તમને પસંદ હોય, સાથે અઘરું લાગે, પણ પછી અનુભવ એને સહેલું બનાવે છે. ધ્યાનમાં રાખજો કે પ્રગતિના માર્ગમાં આવતી અડચણો અને અંતરાયોનો હિંમતપૂર્વક સામનો કરી હેમખેમ બહાર નીકળનારા લોકો સૌથી સુરિક્ષત હોય છે. સમસ્યાથી ઘેરાયેલા હોવું અને એમાં ઉત્સાહ ટકાવી પ્રગતિના માર્ગે સંઘર્ષથી જીત હાંસલ કરનારાની સંખ્યા જૂજ હોય છે.