Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 02:57:11 PM IST
 

અમેરિકાની યુનિવર્સિટીઓઃ શા માટે? ખોજ કેમ કરશો?

Apr 08, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 1160
Rate: 0
Rating:
Bookmark The Article

વિશ્વની સૌથી વધુ પ્રખ્યાત યુનિર્વિસટીઓ અમેરિકામાં છે. એમાં ભણતા દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે વિશ્વના બધા જ વ્યવસાયોના દરવાજાઓ ખૂલી જાય છે. અમેરિકાનું ભણતર મોંઘું ખરું, પણ આપણે ધારીએ તેટલું નહીં અને આજના સમયમાં ભણતર માટે રાષ્ટ્રીયકૃત બેંકો સહેલાઈથી સ્ટુડન્ટ લોન આપે છે. વળી, વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હોય તો યુએસ ગયા બાદ ત્યાંની યુનિર્વિસટીઓ અને ટ્રસ્ટો દ્વારા સ્કોલરશિપ મળી શકે છે. ભણી રહ્યા બાદ પરદેશી વિદ્યાર્થીઓને જે એક વર્ષનો અને ઘણા કિસ્સામાં એથી પણ વધુ સમય જે ઓપ્શન પ્રેક્ટિકલ ટ્રેનિંગનો મળે છે એ ગાળામાં પરદેશી વિદ્યાર્થીઓ એમને મળેલા જ્ઞાનની ચકાસણી કરી શકે છે અને સાથે ભણતર પાછળ ખર્ચેલા પૈસામાંથી થોડા પાછા મેળવી શકે છે. યુએસની યુનિર્વિસટીસ વિવિધ પ્રકારના અભ્યાસક્રમોમાંથી તમને જે ગમે તે વિષય ચૂંટવાની તકો આપે છે. ત્યાંની યુનિર્વિસટીઓ બિલ ગેટ્સ અને બિલ ક્લિન્ટન જેવા મહાનુભાવોને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ભાષણો આપવા માટે બોલાવવામાં આવે છે. દુનિયાના ટોચના કેળવણીકારો, સંશોધકો, વૈજ્ઞાનિકો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, રાજનેતાઓ યુએસની યુનિર્વિસટીઓમાં એમના જ્ઞાનની લહાણી કરે છે. આવી તક વિશ્વની બીજી કોઈ યુનિર્વિસટીમાં સાંપડતી નથી. ત્યાં અપાતું શિક્ષણ ગોખણપટ્ટી નથી. વિદ્યાર્થીએ વિષયને સમજવાનો રહે છે. મોટાભાગે શિક્ષણ ચર્ચા વિચારણાની પદ્ધતિ દ્વારા અપાય છે. અમેરિકાની યુનિર્વિસટીઓનું ભણતર પુસ્તકિયું નથી. ત્યાં ભણતા તમને વિશ્વના લગભગ બધાં દેશોના વિદ્યાર્થીઓ જોડે હળવા મળવાની અને એમના વિચારો જાણવાની તક મળે. અમેરિકાની યુનિર્વિસટીઓ દરેકે દરેક વિદ્યાર્થીને એની સગવડ પ્રમાણે ભણવાની છૂટ આપે છે. ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ માટેની પણ ઉમદા તકો પૂરી પાડે છે. જો આ બધું અમેરિકાની યુનિર્વિસટીમાં પ્રાપ્ત થતું હોય તો શા માટે ભણવા માટે અન્ય કોઈ દેશમાં જવું જોઈએ. અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓને ત્યાં આવેલી હજારો યુનિર્વિસટીમાંથી કઇ સારી છે અને કઇ ખરાબ એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એજ્યુકેશનલ કન્સલટન્ટોની આ બાબતમાં સલાહ મેળવતા હોય છે. થોડા ઘણાં જેઓ અમેરિકામાં ભણ્યા હોય એમના આગળથી માર્ગદર્શન મેળવતા હોય છે. પણ સૌથી સરળ રસ્તો છે તમારી જાતે જ યુનિર્વિસટી ખોજવાનો. નીચે જણાવેલ વેબસાઈટો તમને આ બાબતમાં સહાય કરશે.

- www. usnews.com
- www.collegeboard.com
- www. u101.com
- www univsource.com
- www.collegejournal.com અથવા
toolkitfindgradschool.com
- www.gradschools.com

સૌથી પ્રથમ વેબસાઈટ તમને અમેરિકાની યુનિર્વિસટીઓની રેકિંગ શું છે? એને લગતી માહિતી આપશે. બીજા નંબરની વેબસાઈટ ત્રણ જુદી જુદી યુનિર્વિસટીઓ તમને એકસાથે સરખાવવાની સગવડ આપશે. ત્રીજા નંબરની વેબસાઈટ હેઠળ અમેરિકાનાં જુદાં જુદાં પચાસ સ્ટેટોમાં કઈ કઈ યુનિર્વિસટીઓ છે એની જાણ કરશે. ચોથા નંબરે આપેલી વેબસાઈટ ખોલતા તમને યુનિર્વિસટીઓનાં નામ ત્યાં શીખવાતા વિષયો અને એ કયા સ્ટેટમાં આવેલી છે એ જણાવશે. ફક્ત પુરુષો માટે અને ફક્ત સ્ત્રીઓ માટે જે યુનિર્વિસટીઓ છે એની માહિતીઓ પણ આ વેબસાઈટમાં મળશે. કયા પ્રોગ્રામ માટે કયા વિષય માટે કઈ સ્કૂલો છે, કઈ કોલેજો છે, કઈ યુનિર્વિસટીઓ છે એ તમને પાંચમા નંબરે દર્શાવેલ વેબસાઈટમાં જાણવા મળશે. અને છેલ્લા નંબરે કોઈ ખાસ પ્રોગ્રામ કે વિષય વિશે જાણવું હોય તો એ બાતમી તમને આ વેબસાઈટ પૂરી પાડશે. અમેરિકા ભણવા જવા ઇચ્છનાર વિદ્યાર્થીઓ જો થોડીક તકલીફો લઈને આ ૬ વેબસાઈટો જોશે તો તેઓ આપોઆપ જ એમણે કઈ યુનિર્વિસટીમાં ભણવા જવું જોઈએ એ નક્કી કરી શકશે.   sudhirshah@sudhirlaw.com

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com