દરેક કંપનીની પોતાની પોલિસી હોય છે. કંપનીના વર્ક સ્ટ્રક્ચરમાં પોતાને ઢાળીને પ્રોફેશનલી ખુદનો ગ્રોથ કરવો એ વ્યક્તિના પોતાના હાથમાં હોય છે. જેમ કે તમારી રીતભાત, પહેરવેશ અને કાર્યપદ્ધતિ દ્વારા હાયર સ્ટાન્ડર્ડ મેઈન્ટેઈન કરવું. ઉપરાંત ઓફિસમાં કેવી વર્તણૂકથી તમારી પોઝિશનમાં પંક્ચર પડી શકે એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે.
હાયર સ્ટાન્ડર્ડ
* ઓફિસમાં તમે કોઈ પણ હોદ્દા પર હો તમારો પહેરવેશ, વર્તણૂક અને રીતભાત પોલિશ્ડ હોવી જોઈએ. હાયર સ્ટાન્ડર્ડ મેઈન્ટેઈન કરો.
* સાફસૂથરાં ફોર્મલ કપડાં પહેરો. શૂઝ પોલિશ કરેલા હોવા જોઈએ.
* સ્પોટ્ર્સ શૂઝ ન પહેરો. માથામાં તેલ ન નાખો. તેલના બદલે હેરજેલનો ઉપયોગ કરવાનું રાખો.
* ઓફિસમાં તમારું ડેસ્ક ક્લીન રાખો. ઓફિસમાંથી નીકળતી વખતે તમારા ગેઝેટ્સ અને ચીજવસ્તુઓને જગ્યા પર મૂકીને નીકળો.
* પ્લાનિંગથી કામ કરો. ઓફિસમાં જે કાર્ય સોંપવામાં ઈવ્યું હોય તેનું બ્રિફિંગ બરાબર સમજીને તેની પર કાર્ય કરવાનું શરૃ કરો.
નકારાત્મક અસર
* ઓફિસના કલિગ પાસેથી પૈસા કે કોઈ ચીજવસ્તુ ઉધાર ન લો, કારણ કે તે પરિસ્થિતિ તમારા કલિગને શરમમાં નાખનારી હોઈ શકે. શક્ય છે કે કલિગ તમારી માગણી માટે ઇનકાર કરે. જો એવું બનશે તો તમારી લાગણીને ઠેસ પહોંચશે અને તમારું માન પણ જળવાશે નહીં.
* ઓફિસ ડોક્યુમેન્ટ, મિટિંગ, બિઝનેસ ડિલ, કોન્ફિડેન્શિયલ પ્રોફેશનલ વાતો દોસ્તો કે કુટુંબીજનો સાથે ક્યારેય શેર ન કરવી જોઈએ.
* બીજાના કામની ક્રેડિટ ન લો. ઓફિસમાં બે કે તેનાથી વધુ કર્મચારીઓ એક જ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા હોય અને કાર્ય સફળ બને તો કામની ક્રેડિટ કોઈ એક કર્મચારી બુંદીનો લાડુ ગણીને તેનો કોળિયો ભરી જાય, પણ વધુ ગળ્યું ખાવાથી જેમ ડાયબિટીસ થાય તેમ કામની ક્રેડિટ ખોટેખોટી લેવાથી ભવિષ્યમાં જે તે કર્મચારીને નુકસાન થશે.
* વ્યક્તિગત સમસ્યાઓને ઓફિસના કાર્ય અને ઓફિસના વાતાવરણ પર હાવી ન થવા દો.