મેડ્રિડ, તા. ૮
બાર્સેલોનાનો જારાગોજા સામે ૪-૧થી વિજય
બાર્સેલોનાના સ્ટાર ખેલાડી લિઓનેલ મેસ્સીએ સ્પેનિશ લીગમાં જારાગોજા સામે બે ગોલ ફટકારતાંની સાથે જ ૪૦ વર્ષ બાદ એક યુરોપીય સિઝનમાં ૬૦ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે, આ પહેલાં જર્મનીની ગર્ડ મુલરે બેયર્ન મ્યુનિચ તરફથી રમતાં ૧૯૭૨-૭૩માં એક સિઝનમાં ૬૭ ગોલ ફટકાર્યા હતા. લીગમાં હજુ નવ મેચો બાકી હોવાથી મેસ્સી મુલરનો રેકોર્ડ તોડે તેવી સંભાવના છે. મેસ્સીએ છેલ્લી ૧૨ મેચમાં ૨૩ ગોલ ફટકારીને શાનદાર ફોર્મનો પરચો બતાવ્યો છે. મેસ્સી મેજિકની મદદથી સ્પેનિશ લીગમાં બાર્સેલોનાએ જારાગોજા સામે ૪-૧થી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે બાર્સેલોનાએ રિયલ મેડ્રિડ ઉપર ત્રણ પોઇન્ટની લીડ મેળવી છે. બાર્સેલોનાએ શરૃઆતથી જ મેચ પર પકડ જમાવીને હરીફ ટીમને હાવી થવા દીધા ન હતા.