અંધાત્રી(માંડવી)-બારડોલી તા.૦૮
માંડવીના બુણધા ગામના કરિયાણાના વેપારીની હત્યા કરેલી લાશ આજરોજ મળી આવતા ચકચાર પામી ગઈ હતી.માંડવી તાલુકાના બુણધા ગામે પરિવાર સાથે રહેતા વસંતભાઈ સોનિયાભાઈ ઊર્ફે છનિયાઈ ચૌધરી (ઊ.વ.૪૩) પોતાના ગામમાં અનાજ કરીયાણાની દુકાન ચલાવતા હતા.
- દેવગઢ રૂપિયા આપવા નીકળેલા કરિયાણાના દુકાનદારની હત્યાનું ઘેરાતું રહસ્ય
તા.૭મીના રોજ તેઓ સાંજે ૭:૩૦ કલાકે પોતાના ઘરેથી નિકળતી વખતે પત્નીને જણાવ્યુ કે હું દેવગઢ પૈસા આપવા જાઊ છુ. જેઓ લાંબા સમય સુધી પરત ફર્યા ન હતા. આજરોજ તેમની બલેઠી ગામની સિંમમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કોઈ અજાણ્યા શખસે વંસતભાઈ ચૌધરી ગળામાં દોરી જેવા કોઈ વસ્તુથી ગળે ટૂંપો આપી તથા માથા અને શરીર પર કોઈ બોથડ પદાર્થ વડે ઘાતકી હત્યા કરી હતી. આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસને સ્થળ પરથી વસંતભાઈની ચપ્પલ અને ટોપી મળી આવી હતી. વસંતભાઈના હત્યાનું રહસ્ય જાણવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસે એફ એસ સેલ તથા ડોગ સર્કોડની મદદ મેળવી હત્યારાની પગેરૂ મેળવા પ્રયાસો આરંભ્યા છે. આ ઘટનાની વધુ તપાસ માંડવી પો.સ.ઈ એસ.વી.ધાંધલ તથા સીપીઆઈ કે.એન.સોલંકી કરી રહ્યા છે.