અમદાવાદ, તા. ૮
શહેરના ગુલબાઇ ટેકરાસ્થિત આવેલાં કે.પી. ભવનના નવાં સંકુલનું ભૂમિપૂજન, શિલાન્યાસનું ભૂમિપૂજન અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ આવતી કાલ સોમવારે સવારે ૯-૩૦ વાગ્યે ગુજરાતનાં રાજ્યપાલ શ્રીમતી ડો. કમલાજીના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના શહેરી વિકાસમંત્રી નીતિનભાઈ પટેલ અતિથિવિશેષ તરીકે હાજર રહેશે. નોંધનીય છે કે નીતિનભાઇના પિતા આ સંસ્થામાં ત્રણ વર્ષ રહ્યા હતા.
કે.પી. ભવનની સ્થાપના ૧૯૩૦માં કરવામાં આવી હતી. છેલ્લાં ૮૨ વર્ષથી કાર્યરત આ જૂની સંસ્થામાં અત્યારસુધી ૧૬ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને, રહીને ગયા છે તેઓ હાલમાં ડોક્ટર, સી.એ, એન્જિનિયર અને રાજકારણમાં છે. હાલમાં આ સંસ્થામાં ૨૪૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા છે.