ગાંધીનગર, તા. ૮
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવા જુઠાણા લઇને નીકળી પડેલા લોકોને પડકારતાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના હળહળતા અન્યા અને જુલ્મોની વચ્ચે ગુજરાતે કૃષિ વિકાસ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિક્રમ સર્જ્યા છે.
કેન્દ્રની સરકારે દેશના કિસાનોને અને ખેતીને પાયમાલ કરી દીધા છે, જ્યારે એકમાત્ર ગુજરાતે ખેડૂતોને સુખી કરવાનો સાચો માર્ગ અપનાવ્યો છે એમ આજે દાંતીવાડામાં અખિલ ભારતીય ચૌધરી-ગુડોલ સમાજના મહાસંમેલનને સંબોધતાં તેમણે જણાવ્યું હતું.રૂકેટલાક લોકો ખેડૂતોને ગુમરાહ કરવા જુઠાણાની ભરમાર ફેલાવી રહ્યા છે, રૂતેમ કહીને આવા લોકોને પડકાર ફેંકતા મોદીએ જણાવ્યું કે, રૂદેશમાં કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારે ખેડૂતો અને ખેતીને પાયમાલ કરી દીધા છે ત્યારે એકલા ગુજરાતના ખેડૂતો સમૃદ્ધિના કુશના માર્ગે છે.
ખેડૂતોની મહેનત અને પસીનાથી જ ગુજરાતનો કૃષિ વિકાસ દર અગિયાર ટકા ઉપર પહોંચી ગયો છે. જ્યારે દેશમાં આજે પણ કૃષિ વિકાસ દર ત્રણ ટકાથી આગળ વધતો નથી જેઓ ગુજરાતને બદનામ કરી રહ્યા છે તેને કાળી મજૂરી કરીને કાચું સોનું પકવતા રાજ્યના કિસાનો માફ નહીં કરે.રૂ
કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકીને ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવાનું પાપ કેન્દ્ર સરકારે કર્યું છે. કેન્દ્રની સરકારની અવળચંડાઇ તો એવી છે કે ગુજરાતમાં ગૌરક્ષા માટે કાગારોળ મચાવનારા વિપક્ષની દિલ્હીની સરકાર કોટનની નિકાસ પર ટેક્સ નાખ્યો છે અને મટનની નિકાસ માટે સબસિડી આપે છે. ગુજરાતે ગૌવંશ આખાની રક્ષા માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે અને અબોલ પશુધનની રક્ષા કરી છે, તેમ મોદીએ ઉમેર્યું હતું.
સૂકીભઠ્ઠ ધરતી અને ખેતીના કપરા વર્ષોમાં સહકારી દૂધ ઉદ્યોગે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને પશુપાલન સમાજને ટકાવી રાખ્યો તેની ભૂમિકા આપતાં મોદીએ જણાવ્યુ કે, પશુપાલનને દૂધ ઉદ્યોગ તરફવાળીને સમાજનું અર્થતંત્ર બચાવ્યું છે તેમ હવે ઉત્તર ગુજરાત યુવા પેઢીએ ખેતીમાં આગામી સો વર્ષ સુધી એની જાહોજલાલીને ઉની આંચ આવે નહીં એવી ટપક સિંચાઇ અપનાવીને ગઇકાલ સુધીનું રણ ખેતીમાં સોનું પકવતું થઇ જાય તેવી દિશા બતાવી છે.
આ સંદર્ભમાં જે ભૂમિ ઉપર આ ગુડોલ ચૌધરી સમાજનું સંમેલન ભરાયું છે તેના ધરતી પુત્ર પરથીભાઇ ગુડોલે ટપક સિંચાઇ દ્વારા બટાટાની ખેતીના ઉત્પાદનમાં હેક્ટર દીઠ ૮૭ ટકન ઉત્પાદન મેળવીને નેધરલેન્ડનો હેક્ટર દીઠ બટાટાના ૫૩ ટનના ઉત્પાદનનો રેકોર્ડ તોડયો છે તેનો ઉલ્લેખ મોદીએ કર્યો હતો.