Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 06:45:45 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

અનસૂયા અમેરિકા કયાં કારણસર ગઇ હતી? તે રહસ્ય હજુ અકબંધ

Apr 09, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 3054
Rate: 3.5
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૮

મણિનગર કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતી પોસ્ટ એજન્ટ અનસુયા હાલાણીની આત્મહત્યા અંગે તપાસ કરી રહેલી પોલીસને મહત્વની વિગતો મળી છે. જેમાં અનસુયાના પાસપોર્ટની તપાસને આધારે ખુલ્યું છે કે તે પાંચ દિવસ માટે અમેરિકા ગઇ હતી. જેથી પોલીસે તેના અમેરિકા જવાના કારણ અંગે તપાસ શરૂ કરી છે.

  • અનસૂયાનું દેવું ચૂકવવા પતિએ રૂ. ૪ લાખ આપ્યા હતા

અનસુયા હાલાણી નામની મહિલા પોસ્ટ એજન્ટની આત્મહત્યા બાદ તેના પતિ મુકેશભાઇએ પોલીસ સ્ટેશનમાં અનસુયાનો પાસપોર્ટ જમા કરાવ્યો હતો. પાસપોર્ટની તપાસમાં ખુલ્યું કે ૩૧ માર્ચની રાત્રે અમેરિકા ગઇ હતી અને ૫ એપ્રિલની રાત્રે પરત આવી હતી. તે અમેરિકા ક્યાં ઇરાદે ગઇ હતી? કોને મળી હતી? કોઇ વ્યક્તિ સાથે મળીને તેણે કૌભાંડ આચર્યું હતું કે કેમ? વગેરે બાબતે પોલીસ માટે પેચીદી બની છે.

મુકેશભાઇએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લાં ઘણા સમયથી તે ચિંતામાં રહેતી હતી. કારણ કે તેને એલઆઇસી અને પોસ્ટમાં નુકશાન ગયું હતું. તેને મુકેશભાઇએ પોતાની પીએફમાંથી ચાર લાખ ઉપાડીને આપ્યા હતા. અનસુયાબહેને થોડા સમય બાદ પરત આપવાની વાત કરી હતી. જો કે છેલ્લાં એક માસથી ઘરે નાણાં લેવા માટે અનેક લોકો આવતા હોવાથી મુકેશભાઇએ આ અંગે પુછપરછ કરી હતી. અનસુયાનો મોટો પુત્ર પલ્લવ અમેરિકા રહે છે અને તેણે નેધરલેન્ડની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. પણ થોડા સમય પહેલા છુટાછેડા થઇ ગયા હતા. જ્યારે નાનો પુત્ર વરૂણ દિલ્હીમાં રહે છે અને તે તબીબ છે. 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com