Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 10:09:31 PM IST
 

હાલ લગ્ન કરવાની યોજના નથી : વિદ્યા

Apr 09, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Bollywood Vidya Balan comment     E-Mail     Print    
 
Viewed: 1908
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઈ 8, એપ્રિલ

'ડર્ટી પિક્ચર' બાદ વિદ્યા બાલનની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ છે. દરેક નિર્માતા-નિર્દેશક વિદ્યા બાલન સાથે કામ કરવા માટે આતુર છે ત્યારે બોલિવૂડમાં વિદ્યાનાં લગ્નની ચર્ચા છવાયેલી છે. વિદ્યાએ આ તમામ અટકળોને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તે હાલમાં લગ્ન કરવા માગતી નથી. વિદ્યા બાલન હાલમાં સિદ્ધાર્થ રોય કપૂર સાથે ડેટિંગ કરી રહી હોવાનું કહેવાય છે. અગાઉ સિદ્ધાર્થ સાથે સંબંધોને લઇને તે ગુપ્તતા જાળવવા ઇચ્છતી હતી, પરંતુ કેટલાંક અખબારોમાં બંનેના ફોટાઓ પ્રકાશિત થયા બાદ વિદ્યાએ આ અંગે સ્વીકાર કરી લીધો છે. ડર્ટી પિક્ચરની સફળતાની એક પાર્ટીમાં સિદ્ધાર્થને અંગે ચર્ચા છેડાઈ હતી. વિદ્યા હવે કબૂલ કરવા લાગી છે કે તેની લાઈફમાં ખાસ વ્યક્તિ સિદ્ધાર્થ જ છે પરંતુ તે હાલમાં લગ્ન અંગે વિચારી રહી નથી. વિદ્યાની એક નજીકની મિત્રનું કહેવું છે કે વિદ્યા હાલ કેરિયરની ચરમસીમા ઉપર છે. હાલમાં વિદ્યાને અનેક સારી ઓફર મળી રહી છે, તેને ધ્યાનમાં રાખીને પટકથા લખાઈ રહી છે. વિદ્યા બાલન તેનો સંપૂર્ણ લાભ લેવા માગે છે તેથી તે આગામી બે-ત્રણ વર્ષ સુધી લગ્ન કરશે નહીં.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com