મુંબઈ 9, એપ્રિલ
સ્થાનિક બજારોમાં આજે સોના ચાંદીમાં તેજી જોવાઈ હતી. એમસીએક્સમાં સોનું લગભગ 0.5 નાં વધારા સાથે 28,322 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે અને ચાંદી 56,323 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીમાં તેજી જોવાઈ હતી.
ક્રૂડ ઓઈલમાં આજે શરૂઆતનાં વ્યાપારમાં ઘટાડો જોવાયો હતો. સ્થાનિક માર્કેટમાં ક્રૂડ ઓઈલ 0.5 ટકા ઘટી 5258 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. તો કોમેક્સમાં ક્રૂડ ઓઈલમાં 1 ટકાનો ઘટાડો જોવાયો હતો. એમસીએક્સમાં એલ્યુમિનિયમ, નિકેલ અને ઝિંકમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે કોપર અને લેડમાં પણ સામાન્ય ટ્રેડિંગ જોવાયું હતું.