રાજકોટ 09, એપ્રિલ
રાજકોટમાં આજે શિક્ષિત બેકારોને રોજગારી પ્રમાણપત્રો અપાવી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસના આગેવાનોએ તેલના ભાવવધારાને લઇને દેખાવો કરવાની ઘોષણા કરી હતી. પરંતુ મુખ્યમંત્રી આવે તે પહેલા પોલીસે તેઓની સવા વાગ્યા સુધી હેડક્વાર્ટરમાં બેસાડી રાખ્યા હતા. મુખ્યમંત્રીનો કાર્યક્રમ પુર્ણ થાય ત્યારબાદ તેઓને છોડવામાં આવ્યા હતા. કોંગ્રેસી આગેવાનોએ પોલીસની આ કાર્યવાહીને લોકશાહી ઉપર દમન ગણાવી હતી.