Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:41:34 AM IST
 

ઝરદારીની યાત્રા ચરમપંથી વિરૂદ્ધ : US

Apr 09, 2012 World
 
Tags:   Manmohan Singh Pakistan President Asif Ali Zardari Ajmer Sharif India Bilawal Visit Khwaja Moinuddin Chishti Hafiz Saeed Jamaat-ud-Dawa Lashkar-e-Taiba US comment     E-Mail     Print    
 
Viewed: 2854
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન 09, એપ્રિલ

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ભારત યાત્રાના સંદર્ભમાં અમેરિકન મીડિયાએ સોમવારે કહ્યું કે આનાથી ચોક્કસ કંઇક નહીં મળે તો આનાથી કેટલાંક સારા સંકેત મળ્યા છે અને અજમેરમાં તેઓના ખ્વાજા મોઇનુદદ્દીન ચિશ્તીની દરગાહ પર ઇસ્લામી ચરમપંથ માટે એક સંદેશ છે.

લોસ એન્જિલિસ ટાઇમ્સે દિલ્હીથી મોકલવામાં આવેલા એક સમાચારમાં કહ્યું કે કોઇ ઉપલબ્ધિની ઘોષણા નથી કરવામાં આવી, પરંતુ બંને પક્ષોએ વિશ્વની સર્વાધિક ખતરનાક સીમાઓ પર તણાવ ઓછો કરવાના સંકેતના રૂપમાં તેની બેઠકના વખાણ કર્યા છે. આ દૈનિકના જણાવ્યા અનુસાર રવિવારની એક મુલાકાત મોટો સંકેત છે, ચોક્કસ આનાથી કંઇ મળશે નહીં.

લોસ એન્જલોસ ટાઇમ્સ, વોશિંગ્ટન પોસ્ટ અને ધ ન્યુયોર્ક ટાઇમ્સે પ્રધાનમંત્રી મનમોહન સિંહને ઝરદારીની તરફથી પાકિસ્તાનની યાત્રા માટે નિમંત્રણનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. ન્યુયોર્ક ટાઇમ્સે કહ્યું કે હવે સવાલ એ છે કે સિંહ જેટલી જલ્દી પાકિસ્તાન જઇ શકશે, જે એવી યાત્રા હશે જેનાથી ઘણાં વિશ્લેષક કોઇ મોટી કૂટનીતિક ઉપલબ્ધિ માટે મદદગાર માને છે.
 
અખબારે લખ્યું છે કે, લગભગ આઠ વર્ષ પહેલા પદ સંભાળવાના પહેલેથી જ મનમોહન સિંહ પાકિસ્તાન જવાની ઇચ્છા વ્યક્ત કરતા રહ્યા છે, પરંતુ દેશના રાજકીય કારણો અને દેશોની વચ્ચે તણાવપુર્ણ સંબંધોને કારણે અત્યાર સુધી પાકિસ્તાનની મુલાકાત નથી લઇ શક્યા.

વોશિંગ્ટન પોસ્ટે કહ્યું કે જો તેઓની આ મુલાકાત સાર્થક નહીં નિવડે ત્યારે પણ રાજસ્થાનના અજમેરમાં સૂફી સંતની દરગાહ પર ઝરદારીની જિયારતથી ઇસ્લામી ચરમપંથની વિરૂદ્ધ એક સંદેશ જાય છે.

ન્યુઝપેપરે લખ્યું છે કે પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ હુમલાખોરોએ પોતાના આતંકવાદી વિચારના પ્રસારણ માટે વારંવાર સુફી સંતોની દરગાહ પર શ્રદ્ધાળુઓને નિશાન બનાવતા રહે છે કે સ્થળ ઇસ્લામી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.

સુફીવાદ માટે કામ કરનારા ભારતીય કાર્યકર્તા સલીમ મહાજનના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જ્યારે દરેક કટ્ટરપંથીઓના હાવી થવાની આશંકાઓ છે તો એવા સમયે આ તીર્થસ્થળ પર આવવું પાકિસ્તાની રાષ્ટ્રપતિનું સાહસિક પગલું છે. તેઓએ કહ્યું કે તેઓ ઇસ્લામની સહિષ્ણુતા અને ભાઇચારાની ભાવના અંગે યોગ્ય સંકેત મોકલાવી રહ્યા છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com