મુંબઈ 9, એપ્રિલ
પ્રીતિ ઝિંટા હાલમાં ખુશ જોવા મળી રહી છે. તેનું કારણ તમે આઈપીએલ ના સમજતાં. તે પોતાની આગામી ફિલ્મને લઈને ખુશ છે, કારણ કે આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન જોડાશે.
નિર્માતા તરીકે પોતાની પ્રથમ ફિલ્મ 'ઈશ્ક ઈન પેરિસ' નાં શુટિંગમાં વ્યસ્ત પ્રીતિ ઝિંટા જણાવે છે કે સલમાન ખાને તેની ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. પ્રીતિ ઝિંટા છેલ્લે 2008માં આવેલી ફિલ્મ 'હિરો' માં જોવા મળી હતી.
ફિલ્મ 'ઈશ્ક ઈન પેરિસ' માં પ્રીતિ પોતે જ અભિનય કરશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેણે જ લખી છે. પ્રેમ રાજ નિર્દેશિત આ ફિલ્મમાં પ્રીતિ ફ્રાંસીસી એક્ટ્રેસ તરીકે જોવા મળશે.