સબ્જી
સામગ્રી
* ૧૨-૧૫ ફણસી સમારેલી
* ૧ બટાકો-ચોરસ ટુકડામાં સમારેલો
* ૨ મોટી ચમચી તલનું તેલ
* ૩-૪ સૂકાં લાલ મરચાં
* ૧ ટીસ્પૂન રાઈ
* ૨ ટીસ્પૂન અડદની દાળ
* ૮-૧૦ લીમડાનાં પાન
* ૨ ડુંગળી ઝીણી સમારેલી
* અડધું આદું
* ૧.૧/૨ છીણેલું નાળિયેર સજાવટ માટે
રીત
* એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
* ત્યાર બાદ લાલ મરચાંને ઊભા કાપીને તેમાંથી શક્ય એટલાં બિયાં કાઢી નાખવાં.
* હવે તેલમાં રાઈ, અડદની દાળ, લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં વઘારી દેવાં.
* પછી ડુંગળી નાખીને ૨-૩ મિનિટ માટે સાંતળવી.
* ત્યાર બાદ બટાકાના પીસ અને મીઠું નાખીને પેન ઢાંકી દેવું.
* બટાકા શેકાઈને ચઢી જાય ત્યાર પછી તેમાં ફણસી અને આદું નાખવું. બધું બરાબર મિક્સ કરીને શાકમાં થોડું પાણી નાખવું ને શાક ચઢવા દેવું.
* શાક ચઢી જાય એટલે તેમાં છીણેલું નાળિયેર મિક્સ કરીને શાક સર્વ કરો.