Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 06:29:00 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

બદામ કતરી

Apr 09, 2012 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 2774
Rate: 5.0
Rating:
Bookmark The Article

સ્વીટ
સામગ્રી
* બદામ ૨૫૦ ગ્રામ
* ૩/૪ કપ ખાંડ
* ૧ મોટી ચમચી દૂધ
* ૧.૧/૪ નાની ચમચી લિક્વિડ ગ્લુકોઝ
* ૧-૨ શીટ ચાંદીનો વરખ (મરજિયાત)
રીત

* બે કપ પાણી લઈ તેમાં બદામ નાખીને પાંચેક મિનિટ માટે ઉકાળો. પછી પાણી નિતારીને બદામને કોરી કરી છાલ ઉતારી લેવી.

* બદામને કોટન રૂમાલમાં સૂકવી લેવી. એક નોનસ્ટિક પેન ગરમ કરીને તેમાં સાતેક મિનિટ માટે બદામ શેકો.

* બદામ આછા રંગની થાય ત્યાં સુધી શેકવી. શેક્યા બાદ તેને ઠંડી કરીને પીસી લેવી.

* એક વાસણમાં ત્રણ કપ પાણી લઇને તેમાં ખાંડ નાખી તે પાણી ઉકળવા દો. તે પાણી કડછીથી હલાવતા રહેવું.

* થોડી વાર પછી તેમાં એક મોટી ચમચી દૂધ નાખી દેવું.

* થોડી વાર બાદ પેનને આંચ પરથી હટાવી લેવું. અને થોડી વાર પછી તેમાં લિક્વિડ ગ્લુકોઝ અને પીસેલી બદામનો પાવડર મિક્સ કરી લેવો.

* આ મિશ્રણ નરમ અને સહેજ ગુલાબી ઝાંયવાળું થાય ત્યાં સુધી કડછીથી હલાવતા રહેવું.

* પછી મિશ્રણને બહાર કાઢીને ઠંડું પડવા દેવું.

* ત્યાર બાદ એક વાસણમાં ઘી લગાવીને મિશ્રણને મસળી લો.

* ત્યાર બાદ એલ્યુમિનિયમ ટ્રેમાં પાતળું મિશ્રણ પાથરીને ચોરસ અથવા તો કતરીના આકારમાં કાપી લો. અને વરખ લગાવી દો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com