લો ફોર લેડીઝ - એન. એમ. ધારાણી (નિવૃત્ત જજ)
હિન્દુ લગ્નધારાની જોગવાઈ મુજબ પત્ની કેટલાંક કારણસર છૂટાછેડા મેળવી શકે, જેમાં ધર્માંતરનું કારણ પણ અગત્યનું ગણાય છે. છૂટાછેડા માટેના ધર્માંતરના કારણને વિશેષ રીતે જુદા જુદા ધર્મ અને રીત રિવાજ સંદર્ભે સમજીએ.
* કોઈ પણ હિન્દુ પતિ, હિન્દુ ધર્મ છોડીને બીજા ધર્મમાં પ્રવેશ કરે તો પત્ની તેની સામે છૂટાછેડા મેળવી શકે છે, પરંતુ અહીં એક શરત છે કે જે ધર્મ સ્વીકારવામાં આવે તે ધર્મની વિધિઓ પૂરી થયા પછી જ ધર્માંતર થયું ગણાય છે.
* કોઈ પણ હિન્દુ પતિ મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, ખ્રિસ્તી અન્ય ધર્મ સ્વીકારે તો આ મુદ્દા પર પત્ની છૂટાછેડા મેળવવા માટે હકદાર બને છે.
* મુસ્લિમ કાયદા અનુસાર તલાકની બાબતમાં શિયા સુન્ની કાયદા વચ્ચે તફાવત છે. જેથી મુસ્લિમ સ્ત્રી છૂટાછેડા ધારો ૧૯૮૬ની જોગવાઈ જાણી લેવી જરૂરી છે.
* કાયદો અને અર્થઘટન વિશાળ છે તેથી આ મુદ્દે કોર્ટમાં જતાં પહેલાં સારા વકીલનું માર્ગદર્શન લઇને આગળ વધવું જોઇએ એવો મારો અંગત અભિપ્રાય છે.