Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 04:41:29 PM IST
 

ટીનેજર્સ અને તેમની એન્ડલેસ દલીલો

Apr 09, 2012 Supplements > Nari
 
Tags:   - comment     E-Mail     Print    
 
Viewed: 2791
Rate: 5.0
Rating:
Bookmark The Article

પેરેન્ટિંગ - મોક્ષદા વ્યાસ

શુંતમારું ટીનેજર્સ સંતાન તમારી સાથે સતત દલીલો કરે છે? તમારા દરેક સલાહ, સૂચન તેમના માટે અર્થવિહોણા બની ગયા છે? તો ટીન સાથે ડિલિંગ કરતા પહેલાં પેરેન્ટિંગનાં થોડાં સ્ટેપ્સને સમજી લઈએ.

* પેરેન્ટ્સે સંતાનની દલીલ સામે ગુસ્સો કરતા પહેલાં દલીલ પાછળની તેમની માનસિકતા શું છે? તે જાણવાની કોશિશ કરવી જોઈએ. આવું કર્યા બાદ તમે તેને જજ કરી શકશો કે તેની દલીલ યોગ્ય છે કે અયોગ્ય.

* ટીનેજર્સનું પેરેન્ટિંગ સમજવા માટે જનરેશન ગેપનો મુદ્દો પણ ધ્યાન રાખવા જેવો છે. સમયના પરિવેશ સાથે વિચારોમાં પણ મોટા ભાગનું પરિવર્તન જોવા મળે છે. જૂની પરંપરાને વળગી રહેવું વર્તમાન સમય સાથે સુસંગત ન પણ બેસતું હોય, તેથી પેરેન્ટ્સે પણ સમય સાથે થોડાં ઘણાં પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ. જો આ મુદ્દે થોડી ઉદારતા રાખવામાં આવે તો પણ દલીલોને ટાળી શકાશે.

*  પેરેન્ટિંગ સમજદારી, સંવેદન અને મક્કમ નિર્ણયશક્તિ માગી લે છે. એક તો ટીનેજર્સના ઊગતા માનસને સમજવાની અને તેને સમજાવવાની સૂઝ હોવી જોઈએ. બીજું મતભેદ અને વિચારની ખાઈને લીધે બંને વચ્ચે મનનું અંતર ન વધવું જોઈએ. સંતાન પ્રત્યેનું સંવેદન જળવાઈ રહેવું જોઈએ અને બાળકને તેનો અહેસાસ પણ કરાવતા રહેવું જોઈએ. બાળક સાથેની આત્મીયતાથી પેરેન્ટિંગ વધુ સરળ અને વિશ્વસનીય બનાવી શકાય છે. ત્રીજું છે દૃઢ નિર્ણયશક્તિ. બાળકને સૂચન કરતા પહેલાં તમે પણ એ વિચાર પર, સિદ્ધાંત પર એટલા જ મક્કમ હોવા જોઈએ, જેથી પીછેહઠ ન કરવી પડે.

* ટીનેજર્સ દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યું હોય છે. દુનિયાના સારા-નરસા અનુભવોથી અજાણ હોય છે. તેની સમજ પણ હજુ એટલી વિકસિત નથી હોતી કે તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે ત્યારે અહીં માતા-પિતાએ તેના પર જોહુકમી ન કરવી જોઈએ. પણ ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઇડની ભૂમિકા ભજવવી જોઈએ.

 ટીનેજર્સ સંતાનને યોગ્ય વર્તન કરતા શીખવવું જોઈએ, પરંતુ તેને નાની નાની બાબતે વારંવાર ટોકવામાં આવે, જેવી કે આવાં કપડાં ન પહેરો, આવી રીતે વર્તન ન કરો, આ હેરસ્ટાઇલ ન કરો વગેરે રોકટોક તેના વ્યક્તિત્વના વિકાસને અવરોધે છે.

* ટૂંકમાં, ટીનેજર્સ સંતાનને દલીલ કરતા રોકવા માટે તેના પર સૂચનોનો મારો ન ચલાવતા તેની મૂંઝવણ અને પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરો. તેની દલીલો પાછળનાં સત્યો, તથ્યોને જાણવાનો પ્રયત્ન કરો. આ મુદ્દે તેની સાથે શાંત ચિત્તે બેસીને ચર્ચા કરો અને દરેક નિર્ણય વિવેકબુદ્ધિથી લો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com