Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:41:16 AM IST
 

સેક્સુઅલ હેરેસમેન્ટથી કેવી રીતે બચશો?

Apr 09, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 4387
Rate: 3.0
Rating:
Bookmark The Article

વર્કિગ વુમન - કલગી મહેતા

સેક્સુઅલ હેરેસમેન્ટ એ નામ વગરનો પણ સતત આચરાતો ગુનો છે. જેનો ભોગ વર્કિગ વુમન વધુ પ્રમાણમાં બનતી હોય છે. ઓફિસમાં ઘણી વખત વર્કિગ વુમન ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે પુરુષ સહકર્મચારી કે બોસ દ્વારા સેક્સુઅલ હેરેસમેન્ટનો ભોગ બનતી હોય છે

વર્કિગ વુમન સેક્સુઅલ હેરેસમેન્ટની સમસ્યાનો લગભગ રોજ સામનો કરતી હોવાથી ક્યારેક કંટાળીને જોબ છોડી દેવાનો પણ વિચાર કરે છે. ૨૦૧૦માં થયેલા સર્વેક્ષણ મુજબ ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતી ૬૦૦ મહિલામાંથી ૮૮ ટકા મહિલા વારંવાર જાતીય સતામણીનો ભોગ બને છે ત્યારે આ ગંભીર સમસ્યા સામે લડવા માટે અને સ્વરક્ષણ માટે સ્ત્રીએ કેવાં સ્ટેપ્સ લેવાં જોઈએ તેના વિશે થોડું જાણીએ.

* વર્કિગ વુમને કામ પર જતાં પહેલાં જ માનસિક રીતે પોતાની જાતને સજ્જ કરવી જોઈએ કે જો આ ઘટના તમારી સાથે બનશે તો તમે તેનો જવાબ કઈ રીતે આપશો?   આ બાબતે તમારે જ સ્પષ્ટ અને મક્કમ રહેવું જોઈએ. આ રીતે તમે જો માનસિક રીતે તૈયાર હશો તો તમારી સાથે કોઈ અણછાજતું વર્તન કરશે તો તમે બહાદુરીથી તેનો સામનો કરી શકશો.

* જ્યારે પુરુષ સહકર્મચારીનું વર્તન શંકાસ્પદ લાગે અથવા તો નોર્મલ ન લાગે અને અજુગતું લાગે ત્યારે તે સમયે જ મહિલાએ પ્રત્યક્ષ રીતે તેમને રોકીને સામેની વ્યક્તિને તેમની ભૂલની પ્રતીતિ કરાવવી જોઈએ. જેથી તે આગળ વધવાની હિંમત નહીં કરે.

* સ્ત્રીઓમાં કુદરતે એવી આગવી આંતરિક સૂઝ મૂકી છે કે તેને પુરુષના બદઇરાદાનો ખ્યાલ તેની દૃષ્ટી પરથી કે તેના સ્પર્શ પરથી આવી જાય છે. સ્ત્રી આવા સ્પર્શને કે નજરને બહુ સારી રીતે પારખી શકે છે, સ્ત્રીને આ વાતનો અંદાજ આવી જતાં તેણે એ સહકર્મચારીની ઉપેક્ષા કરવી જોઈએ, તેના પ્રત્યે દુર્લક્ષ સેવવું જોઈએ,

* આપણું માન-સન્માન જાળવવું તે આપણા હાથમાં હોય છે, તેથી ઓફિસમાં તમારો બાહ્ય પરિવેશ પણ તમારી ગરિમાને વધારે તેવો જ હોવો જોઈએ. પ્રોફેશન માટે ડ્રેસ ખરીદતી વખતે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે સુંદર હોવાની સાથે અશ્લીલ ન હોવો જોઈએ.

* ઘણી વાર વર્કિગ વુમન આખોય સ્ટાફ જતો રહે તો પણ તે મોડે સુધી ઓફિસમાં કામ કરતી હોય છે. ત્યારે આ સમયે ખરાબ ઇરાદો ધરાવતા પુરુષ સહકર્મચારીને સ્ત્રીને સતાવવાનો સારો મોકો મળી જાય છે. ત્યારે વર્કિગ વુમને બને ત્યાં સુધી ટાઇમસર કામ પતાવીને નીકળી જવાની આદત પાડવી જોઈએ.

* વર્કિગ વુમને સહકર્મચારી સાથે એક અંતર રાખવું જોઈએ. ઓફિસમાં સંપૂર્ણ પ્રોફેશનલ જ બનીને રહેવું જોઈએ, જેથી કોઈ નિકટતા વધારવાની હિંમત નહીં કરી શકે.

* ઘણી વાર પુરુષ સહકર્મચારીને વાતે વાતે સ્પર્શ કરી લેવાની અને વધુ નજીક બેસવાની આદત હોય છે ત્યારે તેમના આવા વર્તન માટે તે સમયે જ બહુ સભ્યતાથી દૂર રહેવાની સૂચના આપીને, અણગમો દર્શાવી તેમને તેમની ભૂલ સમજાવી દેવી જોઈએ.     

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com