જ્યોતિષ - મહેશ રાવલ
મેષ : લાગણીઓ ડંખતી લાગે. આર્થિક બાબતો બગડવાના સંકેત. કાર્યબોજ-વ્યવસાય માટે સાનુકૂળ તક મળે. દાંપત્યજીવન અંગે સુખદ. પ્રેમ-રોમાન્સ-મિત્ર અંગે તણાવ રહે. કૌટુંબિક, સ્વજનોથી સહકાર મળે. નોકર-ચાકર વર્ગની ચિંતા દૂર થાય. તંદુરસ્તી જળવાતી જોવાય. યાત્રા-પર્યટનમાં સાનુકૂળ તક મળે.
વૃષભ : લાગણીઓ પર કાબૂ રાખજો. આર્થિક કામકાજો ગૂંચવાતાં લાગે. નોકરી-વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધાય. દાંપત્યજીવનમાં મનદુઃખ. સંતાનને ચિંતા દૂર થાય. પ્રેમ-રોમાન્સ- મિત્ર અંગે સાનુકૂળતા. સામાજિક પ્રસંગ સુખદ બને. નોકર વર્ગ અંગે રાહત મળે. તંદુરસ્તી જળવાતી જણાય. પ્રવાસમાં રુકાવટ આવે.
મિથુન : લાગણીઓ બેકાબૂ ન બનવા દેશો. આર્થિક બાબતો ગૂંચવાતી લાગે. કાર્યક્ષેત્ર-વ્યવસાયમાં મદદની તક મળે. દાંપત્યજીવનમાં ગેરસમજો વધે. પ્રેમ-રોમાન્સ- મિત્ર અંગે વ્યથા. કૌટુંબિક, સ્વજનોથી સાનુકૂળતા રહે. નોકર-ચાકર વર્ગ અંગે તણાવ દૂર થાય. તંદુરસ્તી બગડતી લાગે. યાત્રા-પર્યટનમાં આનંદ.
કર્ક : લાગણીઓ દુભાતી જણાય. આર્થિક કામકાજો બગડતાં દેખાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રમાં સંજોગો સુધરતા જણાય. દાંપત્યજીવનમાં બેચેની-ચિંતા. પ્રેમ-રોમાન્સ- મિત્ર અંગે પ્રતિકૂળતા. કુટુંબીજનો, સામાજિક પ્રસંગથી આનંદ. તંદુરસ્તી સચવાય. પ્રવાસ-પર્યટનમાં રુકાવટ દૂર થાય.
સિંહ : લાગણીઓ પર ડંખ દૂર થાય. આર્થિક બાબતોથી રાહત. કાર્યક્ષેત્ર-વ્યવસાય માટે પ્રગતિકારક તક. દાંપત્યજીવનમાં સંવાદિતા. પ્રેમ-રોમાન્સ-મિત્ર અંગે સાનુકૂળતા રહે. કૌટુંબિક-સ્વજનોથી સંતાપ મળે. નોકરચાકર વર્ગથી મદદ રહે. તંદુરસ્તી બગડવા ન દેશો. યાત્રા-પર્યટનમાં વિલંબનો પ્રસંગ.
કન્યા : લાગણીઓ વ્યથિત બને. આર્થિક કામકાજો ગૂંચવાતાં લાગે. નોકરી-વ્યવસાય ક્ષેત્રમાં સંઘર્ષ જણાય. દાંપત્યજીવનમાં તણાવ દૂર થાય. પ્રેમ-રોમાન્સ- મિત્ર અંગે વેદના મળે. કુટુંબીજનો-સામાજિક પ્રસંગથી હર્ષ વધે. તંદુરસ્તી સુધરે. પ્રવાસ-પર્યટન ફળે.
તુલા : લાગણીઓને બહેકવા ન દેશો. આર્થિક બાબતો સુધરશે. કાર્યક્ષેત્ર-વ્યવસાય માટે સાનુકૂળતા રહે. દાંપત્યજીવનમાં પ્રસન્નતા સર્જાય. પ્રેમ-રોમાન્સ- મિત્ર અંગે હર્ષ વધે. કૌટુંબિક-સ્વજનોથી સંવાદિતા રહે. નોકર-ચાકર વર્ગથી પરેશાની. તંદુરસ્તી જાળવી લેજો. યાત્રા-પર્યટન વિલંબથી ફળે.
વૃશ્ચિક : લાગણીઓ ઘવાતી લાગે. આર્થિક કામકાજો સફળ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રમાં ધીમી પ્રગતિ લાગે. દાંપત્યજીવનમાં અસુખનો પ્રસંગ. પ્રેમ-રોમાન્સ- મિત્રથી વ્યથા. કુટુંબીજનો-સામાજિક પ્રસંગ સફળ થાય. તંદુરસ્તી માટે સાચવવું. પ્રવાસ-પર્યટનમાં અંતરાય આવે.
ધન : લાગણીઓ રોમાંચિત બને. આર્થિક બાબતોથી ટેન્શન હળવું બને. કાર્યક્ષેત્ર-વ્યવસાય માટે કોઈની મદદથી લાભ. દાંપત્યજીવનમાં વિખવાદ. પ્રેમ-રોમાન્સ- મિત્ર અંગે સાનુકૂળતા રહે. કૌટુંબિક-સ્વજનોથી મનદુઃખનો પ્રસંગ. નોકરચાકર વર્ગથી સહકાર રહે. તંદુરસ્તી બગડવાનો ભય. યાત્રા-પર્યટનમાં સફળતા.
મકર : લાગણીઓ દુઃખ અનુભવે. આર્થિક કામકાજો અટકતાં લાગે. નોકરી-વ્યવસાય ક્ષેત્રમાં નિરાશા રહે. દાંપત્યજીવનમાં હર્ષ-રોમાંચ મળે. પ્રેમ-રોમાન્સ- મિત્રથી મતભેદ રહે. કુટુંબીજનો- સામાજિક પ્રસંગ અંગે સાનુકૂળતા રહે. તંદુરસ્તી સુધરવાની આશા. પ્રવાસ-પર્યટન માટે શુભ સમય.
કુંભ : લાગણીઓ પર કાબૂ રાખવો. આર્થિક બાબતોમાં ગૂંચવણ દૂર થાય. કાર્યક્ષેત્ર-વ્યવસાય માટે લાભદાયી તક. દાંપત્યજીવનમાં આનંદમંગલ. પ્રેમ-રોમાન્સ- મિત્ર અંગે વ્યથા-વેદના. કૌટુંબિક-સ્વજનોથી હર્ષનો પ્રસંગ. નોકરચાકર વર્ગ અંગે સાનુકૂળતા. તંદુરસ્તી-સ્વસ્થતા રહે. યાત્રા-પર્યટનમાં વિઘ્ન પાર થાય.
મીન : લાગણીઓ વ્યથિત રહે. આર્થિક કામકાજો સફળ બને. નોકરી-વ્યવસાય ક્ષેત્રમાં ધીમો લાભ મળે. દાંપત્યજીવનમાં વિસંવાદિતા. પ્રેમ-રોમાન્સ- મિત્ર અંગે નિરાશા. કુટુંબીજનો-સામાજિક પ્રસંગ અંગે સાનુકૂળતા રહે. તંદુરસ્તી માટે સજાગ રહેવું. પ્રવાસ-પર્યટનમાં આનંદ મળે.