Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 06:36:39 PM IST
 

કહેવા પૂરતું શરીર ઢાંકતી સાડીમાં પૂજા અપ્સરા જેવી લાગતી હતી...

Apr 09, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 19526
Rate: 3.7
Rating:
Bookmark The Article

સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી

રાજકોટની પૂજાનાં લગ્ન અમદાવાદમાં રહેતા કસ્ટમ ઓફિસર અવિનાશ સાથે થયાં હતાં. તે લગ્ન કરીને આવી ત્યારે તેના પરિવારમાં પતિ, સાસુ મંજુલાબહેન અને સસરા રમાકાંતભાઈ હતાં. નાનું અને સુખી કુટુંબ હતું. સમય સુખેથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં તેનાં સાસુ ગુજરી ગયાં. સૌને તેમના મૃત્યુથી દુઃખ સાલતું હતું. રમાકાંતભાઈ હવે તો સાવ એકલા પડી ગયા હતા.

એક દિવસ અવિનાશે ઘરે આવીને કહ્યું કે, ‘મારી ટ્રાન્સફર મુંદ્રા પોર્ટ પર થઈ છે. પહેલાં હું એકલો જઈશ અને ત્યાં બધું સેટલ થઈ જાય પછી તને અને પપ્પાને ત્યાં બોલાવી લઈશ.’ પૂજાએ ફટાફટ કપડાં અને નાસ્તાનું પેકિંગ કરી દીધું. ‘ટાઇમે જમી લેજો, ટાઇમે સૂઈ જજો, ગમે તેટલું કામ હોય દિવસમાં ઓછામાં ઓછો ત્રણ વાર મને ફોન કરજો જ.’ જેવી ઢગલાબંધ શિખામણો આપીને પૂજા અને રમાકાંતભાઈએ અવિનાશને હસતા મોઢે વિદાય આપી.

હવે તો આલીશાન ઘરમાં પૂજા અને તેના સસરા એકલાં જ રહ્યાં. પૂજા સસરાને પોતાના પિતાથી પણ વધારે માનતી હતી. પૂજા સાથેના સંસર્ગને કારણે તેના સસરાના મનમાં તેના પ્રત્યે કૂણી લાગણીઓએ જન્મ લીધો. તેઓ હરેક સમયે ત્રાંસી નજરે પૂજાને નિહાળ્યા કરતા. પૂજા એકદમ સુંદર લાગતી હતી. રંગ ઘઉંવર્ણો, પરંતુ અત્યંત કામણગારો હતો.

તેઓ દિવસ-રાત પૂજા સાથે શારીરિક સુખ માણવાના સ્વપ્નમાં ખોવાયેલા રહેતા. તેમના મન-મગજમાં પૂજાની છબી સતત ચગડોળની જેમ ફર્યા જ કરતી. ધીરે ધીરે તેમની ધીરજ ખૂટવા આવી.

ઉનાળાના દિવસો પૂરા થઈ ગયા હતા અને ચોમાસાનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું હતું. એક રાત્રે આકાશમાં વીજળી કડાકા મારી રહી હતી. ધોધમાર વરસતા વરસાદની સાથે પવનની જોરદાર થપાટો વાતાવરણને વધુ તોફાની બનાવી રહી હતી. આવી મદભરી રાત્રે પૂજા અગાસીમાં ઊભી રહીને બે હાથ ફેલાવી વરસાદમાં પલડવાનો આનંદ લઈ રહી હતી. તે પ્રેમથી ગીત ગાતાં ગાતાં ઝૂમી રહી હતી. ભીંજાયેલા વાળમાંથી ટપકતી પાણીની બુંદો તેના તન પર સરકી રહી હતી. ભીંજાવાને કારણે પારદર્શક બનેલાં કપડાંમાંથી તેનું યૌવન જાણે ઉછાળા મારી રહ્યું હોય તેવું લાગતું હતું. તેના ચહેરા અને હોઠ પર ઝાકળની જેમ જામેલી પાણીની બુંદો અને કહેવા પૂરતું શરીર ઢાંકતી સાડીમાં પૂજા અપ્સરા જેવી લાગતી હતી.

તેના સસરા રૂમની બહાર ઊભા રહીને ચોરીછૂપી પૂજાને નિહાળી રહ્યા હતા. ચોમાસાના માદક વાતાવરણ અન પૂજાના કામણથી આકર્ષાઈને તેઓ પૂજા પાસે આવ્યા. પૂજાની નજર તેમના પર પડી. પપ્પા, તમે! તમારી તબિયત તો ઠીક છે ને?’ કહેતાં પૂજા અગાસીમાંથી રૂમમાં આવી. ત્યાં જ અચાનક તેમણે પૂજાને બાથ ભરી લીધી. ભીંજાયેલી પૂજાને બેડ પર ખસેડીને તેઓ વળગી પડયા. પપ્પા તમે આ શું કરી રહ્યા છો?’ પૂજાએ તેમનો પ્રતિકાર કરતા કહ્યું.

આપણે બંને કેટલાય સમયથી શારીરિક સુખથી વંચિત છીએ. હું તો આપણાં બંનેની જરૂરિયાત પૂરી કરી રહ્યો છું.પૂજાના સસરાએ કહ્યું.

હું તો તમને મારા પિતાથી પણ વધારે માનું છું. હું તમારા દીકરાની પત્ની છું અને તમે મારી સાથે...કહેતાંની સાથે પૂજા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી. તેના સસરા ત્યાંથી જતા રહ્યા.

બીજે દિવસે સવારે ઘરમાં સસરાને શોધી રહેલી પૂજાને સસરા તો ન મળ્યા, પરંતુ એક પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું, ‘દીકરી મારાથી અક્ષમ્ય અપરાધ થઈ ગયો છે. હું ન કરવાનું કરી બેઠો, હું પિતા કહેવડાવવાને લાયક નથી. મારું તમારાથી દૂર જતા રહેવું જ યોગ્ય છે. મારા આશીર્વાદ હંમેશાં તમારી સાથે છે.

આટલું ન ભૂલશો

* ઘરમાં પુરુષ વ્યક્તિ સાથે એકલા રહેવાનું થાય ત્યારે વાણી અને વર્તનમાં સાવચેત રહેવું.

* દરેક પુરુષ ખરાબ નથી હોતા પણ તે સારા છે કે ખરાબ એ ચકાસવાનું જોખમ ન લેવું.

* દરેક સંબંધની એક મર્યાદા હોય છે એ મર્યાદા જળવાય તો જ સંબંધનું ગૌરવ જળવાય છે.

* આમ છતાં જો કાંઇ અજુગતું થાય તો તેની સામે ઝૂકી જવાને બદલે તેનો સામનો કરો.                                  

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com