Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 18,2013 12:01:02 PM IST
સુદ નવમી - ગંગા દશહરા પૂરા
 

સૌંદર્યમાં બાધા બનતા ફેસિયલ હેર

Apr 09, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 2924
Rate: 0
Rating:
Bookmark The Article

મેકઓવર - શહેનાઝ હુસેન

ફેસિયલ હેર કોઈ પણ યુવતીઓ માટે મોટી સમસ્યા ઊભી કરતા હોય છે. ફેસિયલ ચહેરાના ઘણા ભાગને કવર કરતા હોવાથી તે કઢાવવા પણ અનિવાર્ય છે. નહિતર આ રુવાંટી સૌંદર્યમાં બાધા બને છે. મોટા ભાગે ફેસિયલ હેરને દૂર કરવા યુવતીઓ પ્લકિંગ, થ્રેડિંગ અને વેક્સિંગ જેવી પ્રક્રિયાઓ અપનાવતી હોય છે. જ્યારે રુવાંટી વધારે પ્રમાણમાં હોય ત્યારે ઘણી મહિલાઓ હેર રિમૂવલ માટે કોમ્બિનેશન પણ પસંદ કરતી હોય છે. જેમ કે, અપર લિપ્સ તથા દાઢીની રુવાંટી દૂર કરવા થ્રેડિંગ કરાવડાવે તો ચહેરાના અન્ય ભાગ પર બ્લિચિંગ કરાવીને રુંવાટી છુપાવે છે. અથવા તો દાઢી અને અપર લિપ્સની રંવાટી થ્રેડિંગથી દૂર કરીને ચહેરાના બાકીના ભાગ પર વેક્સ કરાવી લે છે. અહીં કેટલીક હોમ રેમિડીઝ આપી છે. જે રુવાંટી દૂર નહીં કરે, પરંતુ તેની મદદથી ઝડપથી ઊગતી રુવાંટીની ઝડપ ધીરે ધીરે ઓછી થઈ જશે. જે યુવતીને વધારે પ્રમાણમાં રુવાંટી હોય તેને ઘણી રાહત રહેશે. હા જોકે આ પ્રક્રિયાઓમાં પરિણામ મળતા સમય લાગે છે. તે નિયમિત કરવી જરૂરી છે.

સ્ક્રબિંગ કરવાથી રુવાંટી ધીરે ધીરે ઓછી થવા લાગે છે. વળી, તે રુવાંટીની વધવાની ઝડપ પણ ઘટાડે છે તમે આવા કેટલાક ઘરેલુ નુસખા અપનાવીને ચહેરા પરની રુવાંટીથી પીછો છોડાવી શકો છો.

ખાંડ, લીંબુનો રસ અને પાણી મિક્સ કરીને એકદમ ઘટ્ટ પેસ્ટ બનાવી લો. તેને યોગ્ય દિશામાં મસાજ કરો. સુકાય ત્યારે ધીરે ધીરે રગડીને ઉખાડી લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં એક કે બે વાર કરવી.

હળદરના પાઉડરમાં દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવવી અને એકસરખી રીતે ગોળ ગોળ ચહેરા પર ઘસવી જોઈએ. તેનાથી ફેસિયલ હેર તો ઓછા થાય છે, પરંતુ ચહેરા પર થોડી પીળી ઝાંય રહે છે.

જવનો પાઉડર ત્રણ ચમચી લઈને તેમાં એક ટી સ્પૂન ઠંડું દૂધ તથા ૨-૩ ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરી લો. આ પેસ્ટ ૨૦ મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. ત્યાર બાદ ધોઈ નાખો. આ પેસ્ટને અઠવાડિયામાં બેથી ત્રણ વાર ચહેરા પર લગાવો. તેનાથી રુવાંટી ઓછી ઊગશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com