ટ્રેન્ડ - માનુષી ચોક્સી
તડકામાં બહાર નીકળવાનું થાય એટલે સનગ્લાસ તો પહેર્યા જ હોય, પરંતુ હવે સન ગ્લાસ ફક્ત સન પ્રોટેક્શન તરીકે જ નહીં, સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે મસ્ટ એક્સેસરીઝ બની ગયા છે. તડકો હવે આકરો થતો જાય છે, ત્યારે જાણી લો કે આ વખતે કેવા કેવા સનગ્લાસીસ તમારા લુકમાં ચાર ચાંદ લગાવશે
કલર બ્લોકિંગ
તમે એમ માનતા હો કે કલર બ્લોકિંગ ફક્ત આઉટફિટ્સમાં જ થઈ શકે તો તમે ભૂલો છો. આ સીઝનમાં સનગ્લાસીસમાં પણ કલર બ્લોકિંગનો નવતર ટ્રેન્ડ છે. તમે જે રીતે પોશાકમાં એકદમ કોન્ટ્રાસ્ટ રંગો પહેરો છો તે જ રીતે સનગ્લાસીસમાં પણ ફ્રેમ અને ગ્લાસના એકદમ કોન્ટ્રાસ્ટ કલર પસંદ કરી શકો છો. પ્લેન ગ્લાસીસ સાથે ડિઝાઇનવાળી ફ્રેમનું કોમ્બિનેશન કરી શકાય. ડાર્ક બ્લૂ કે પર્પલ ગ્લાસ અથવા બ્લેક ગ્લાસ સાથે પિન્ક, ઓરેન્જ કે યલો ફ્રેમ પસંદ કરીને એકદમ હટકે લુક મેળવી શકો છો.
લાઇટ મટીરિયલ ઇન ડિમાન્ડ
આ સીઝનમાં વજનમાં હળવા સનગ્લાસીસનું ચલણ વધારે રહેશે. પ્રમાણસર વજનની મેટલ ફ્રેમ પણ ખરીદી શકાય. તેમાં લાઇટવેઇટ કોપર, ગોલ્ડ, સિલ્વર કલર મળી રહેશે. લક્ઝુરિયસ લુક માટે ગોલ્ડન ફ્રેમ વધારે યોગ્ય રહેશે.
ટેમ્પલ બનશે સ્ટાઇલ
આ સીઝનમાં ટેમ્પલને ડેકોરેટિવ બનાવવાનો ટ્રેન્ડ છે. ટેમ્પલ્સ પર ટાયમંડ અને સ્ટોન સરસ લાગશે. ડેકોરેટિવ ટેમ્પલ્સમાં જ્યોમેટ્રિકલ શેપ, બર્ડ શેપ બટરફ્લાય શેપની ફ્રેમ એકદમ કૂલ લુક આપશે.
રાઉન્ડ ગ્લાસીસ
લેડી ગાગા જે રીતના સનગ્લાસીસ પહેરે છે તેનાથી ભલે રેટ્રો લુક મળતો હોય, પરંતુ આ સીઝનમાં રાઉન્ડ ગ્લાસીસ સનગ્લાસ એકદમ ઇન ટ્રેન્ડ રહેશે.
એમ્બોસ ગ્લાસીસ
થોડા ઉપસેલા હોય તેવા સનગ્લાસીસ ભલે નવા ન હોય, પરંતુ અત્યારે એકદમ ટ્રેન્ડમાં છે.
સ્પોર્ટ ઇન્સ્પાયર્ડ
આવા સનગ્લાસ મોટા ભાગે સ્પોર્ટ્સ પર્સન પહેરતા હોય છે, પરંતુ હવે તે માત્ર સ્પોર્ટ્સ પર્સન પૂરતા સીમિત ન રહેતાં બહોળાવર્ગમાં પસંદગી પામવા લાગ્યા છે. તેની ફ્રેમમાં અને ટેમ્પલ(ચશ્માંની દાંડીનો જે ભાગ કાન પર ફિટ બેસે છે તેને ટેમ્પલ કહેવાય છે.)માં થોડા ક્રિસ્ટલ લગાવેલા હોય છે, તેથી તેને પાર્ટીવેરની સાથે સરળતાથી પહેરી શકાય છે.
આ રંગો છે ઇન ટ્રેન્ડ
લાઇટ બ્રાઉન ચોકલેટ બ્રાઉન યલો ઓલિવ લાઇટ ગ્રીન વ્હાઇટ પર્પલ