Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 04:56:45 PM IST
 

ચાણસ્મા ટાઉનમાંથી કતલખાને લઈ જવાતી ટ્રક ઝડપાઈ

Apr 10, 2012 Ahmedabad > Banaskantha-Patan
 
comment     E-Mail     Print    
 
Viewed: 318
Rate: 0
Rating:
Bookmark The Article

પાટણ, ચાણસ્મા, હારીજ :

ચાણસ્મા ટાઉનમાંથી પસાર થઈ રહેલ ભેંસો ભરેલી ટ્રકને શંકાના આધારે પોલીસે ઉભી રાખીને તપાસ હાથ ધરતા તેમાંથી કતલખાને લઈ જવાતી ૧૪ ભેંસો તથા એક પાડી મળી આવતા તેમનો કબ્જો લઈ આગળની કાર્યવાહિ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ચાણસ્મા નગરમાંથી હાઈવે પરથી પસાર થઈ રહેલ ટ્રકના ચાલકને ચાણસ્મા પોલીસે ઉભી રાખી અંદર તપાસ હાથ ધરતા ટ્રકમાંથી ૧૪ જેટલી ભેંસો અને એક પાડો શંકાસ્પદ જણાતા તેની તપાસ કરાતા આ ભેંસો કે પાડાઓ અંગે કોઈ સત્તાવાળાઓના સાધનીક કાગળો કે પરવાનો મળી આવ્યો ન હતો. તેમજ ટ્રકમાં બેઠેલ કેટલાક શખ્શો નાસી છુટયા હતા જેથી પોલીસે આ ટ્રકનો કબ્જો લઈ ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપી હતી. જપ્ત કરેલ આ ટ્રક સવારના સમયે ચાણસ્મા હાઈવે સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેની આગળ જતી ટ્રકને ટક્કર મારીને ટ્રક મુકીને નાસી ગયા હતા ત્યારે શૈલેષ સોમાભાઈ પટેલ રહે. ચાણસ્માવાળાએ ચાણસ્મા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com