Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 11:00:08 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

વેટ ટ્રાન્ઝિટ ફોર્મ અંગેની સિસ્ટમ ૧લી મેથી અમલી બનાવાશે

Apr 10, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 251
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત તા. ૯

વેટના ટ્રાન્ઝિટ ફોર્મ ૪૦૨ અને ૪૦૩ માટેની નવી ઇન્ફોર્મ સિસ્ટમ પર ૧લી મેથી અમલ શરૂ થઇ જશે. સ્પેસિફાઇડ ગુડ્સ સાથે સંકળાયેલા વેપારીઓએ નવી ટ્રાન્ઝિટ ફોર્મ સિસ્ટમ હેઠળ જ કામ કરવાનું રહેશે. વિભાગ દ્વારા પણ આ માટેની તૈયારીઓ કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જૂની માર્ગ સિસ્ટમ મુજબ ૧૫મી એપ્રિલ સુધી ફોર્મ મેળવી શકાશે તેમજ ૩૦ એપ્રિલ સુધી જૂની સિસ્ટમ અનુસાર કામ થશે.

  • જૂની માર્ગ સિસ્ટમ મુજબ ૧૫મી એપ્રિલ સુધી ફોર્મ મેળવી શકાશે

રાજ્ય બહારથી માલસામાન લાવવા કે મોકલવા માટે ખાસ ચેકપોસ્ટ પર ઉપયોગી વેટના ટ્રાન્ઝિટ ફોર્મ ૪૦૨ અને ૪૦૩ અંગે ફેબ્રુઆરીમાં ચેમ્બરમાં પ્રેઝન્ટેશન યોજાયું હતું. વાણિજ્ય વેરા વિભાગના ઉચ્ચ અધિકારીએ ફોર્મ નંબર ૪૦૨ અને ૪૦૩ની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. નવી ટ્રાન્ઝિટ ફોર્મ સિસ્ટમ ૧૫મી માર્ચથી શરૂ થવા અંગે માહિતી આપવામાં આવી હતી. જો કે ફોર્મની પ્રક્રિયા માટેની ઇન્ફોર્મ સિસ્ટમ અંગે વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટિશનરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. ફોર્મની પ્રક્રિયાના સંદર્ભમાં ચેકપોસ્ટ સિવાયના રૂટથી માલ આવે તો રૂટ બદલવો પડે તેવી સ્થિતિ હોય ત્યારે શું, એક જ ગાડીમાં બેથી વધારે વેપારીનો માલ આવે તેવી સ્થિતિ અંગે પ્રશ્નો પૂછવામાં આવતા તે અંગે તેમને યોગ્ય માહિતી મળી નહોતી. સિસ્ટમ અસરકારક રીતે અમલ કરી શકાય તે માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થાય તે પછી જ ફોર્મ્સની પ્રક્રિયા પર અમલ કરવા માટે વેપારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેથી સરકાર દ્વારા નવી ટ્રાન્ઝિટ ફોર્મ સિસ્ટમ પર અમલની અવધિ લંબાઇને તેના પર ૧લી મેથી અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ નવી ઇન્ફોર્મ સિસ્ટમ ૧લી મેથી અમલમાં મુકાશે. સ્પેસિફાઇડ ગુડ્સ સાથે સંકળાયેલા વેપારીઓએ નવી ટ્રાન્ઝિટ ફોર્મ સિસ્ટેમ હેઠળ જ કામ કરવાનું રહેશે. વેટના ફોર્મ નંબર ૪૦૨ અને ૪૦૩ ઇન્ફોર્મ સિસ્ટમ મુજબ જ મેળવવાના રહેશે.

અન્ય રાજ્યમાંથી માલ ખરીદી માટે ફોર્મ નંબર ૪૦૩ હેઠળના ગુડ્સ

સિમેન્ટ, સિરામિક ટાઇલ્સ, કોફી, સૂકી ચા, હાઇસ્પિડ ડીઝલ ઓઇલ, આયર્ન એન્ડ સ્ટીલ, મોટર વ્હિકલ, નેપ્થા, પ્લાયવૂડ (ડેકોરેટિવ લેમિનેટેડ ચીપ્સ, બ્લોક બોર્ડ), કોટા સ્ટોન, લાઇટ ડીઝલ ઓઇલ, માર્બલ ચીપ્સ (ગ્રેનાઇટ)

ગુજરાત બહાર વેચાણ કરવા ફોર્મ નંબર ૪૦૨ હેઠળના ગુડ્સ

બ્રાસ પાર્ટ, સિરામિક પ્રોડક્ટ ઇન્ક્લૂસિવ સિરામિક ટાઇલ્સ, ડી ઓઇલ કેક્સ, એડિબલ ઓઇલ, આયર્ન એન્ડ સ્ટીલ, ઇસબગુલ, જીરું, નોન ફેરસ મેટલ, વરિયાળી, શિડયુલ ૯૯-બી મુજબ ઓઇલ સીડ

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com