Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 06:58:28 PM IST
 

અંગ દઝાડતી ગરમીને કારણે શહેર અગન ભઠ્ઠીમાં ફેરવાયું

Apr 10, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 424
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૯

શહેરમાં તાપમાનમા સામાન્ય વધારો થયો હતો પણ ગરમીની તિવ્રતા વધુ હોવાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.તાપમાન પારો રવિવારે પુનઃ ૪૦ ડિગ્રીને વટાવી જતા આકરી ગરમીનો માહોલ ઉભો થયો હતો જેમા આજે વધારો થયો છે. વિતેલા સપ્તાહના અંતમા તાપમાન કાબૂમાં હતું અને ૪૦ ડિગ્રીથી નીચે રહ્યું હોવાથી ગરમીથી રાહત હતી.

  • શહેરમાં મહત્તમ તાપમાન ૪૦.૪ ડીગ્રી

પ્રવર્તમાન મોસમમાં હવામાનનો મૂડ છાસવારે બદલાઇ રહ્યો છે. ગરમીના ગ્રાફમાં ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે. એક તબક્કે ગરમીનો પારો ૪૧ ડિગ્રી નજીક પહોંચી ગયો હતો પણ બાદમાં વાતાવરણ બદલાયું હતું અને હીટવેવની અસર ઓછી થતાં જ તાપમાનમાં ઘટાડો થયો હતો. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં ગરમી એકંદરે ઓછી અનુભવાતી હતી. મોડી સાંજ બાદ ઠંડા પવનની લહેરખીઓ દિવસભરની ગરમીથી રાહત આપતી હતી.પણ આજે ઉનાળાએ આકરા મિજાજનો મૂડ બનાવ્યો હોય તેમ ૨૪ કલાકમાં જ તાપમાનમાં આશરે એક ડિગ્રીનો વધારો થયો હતો. આજે મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ ૨૭ ટકા અને ઉતર પશ્ચિમ દિશામાંથી ફૂંકાયેલા પવનની સરેરાશ ઝડપ ૪ કિ.મી. પ્રતિકલાક રહી હતી.

બપોર દરમિયાન આજે ગરમીનો આક્રમક મિજાજનો પરચો મળતો હતો. સૂર્ય કિરણો ચામડી દઝાડતા હોય તેવી અનુભુતી થતી હતી. આકાશમાથી વરસતી અગ્નિ અને ગરમ લાવા જેવી ડામરની સડકોના કારણે શહેર ભઠ્ઠીમા ફેરવાયુ હોય તેવુ અનુભવાતુ હતુ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com