વૉશિંગ્ટન 10, એપ્રિલ
પોપ્યુલર ઈન્ડિયન શેફ સંજીવ કપૂર રવિવારે અમેપિરી પ્રેસિડન્ટનાં રસોડામા હતાં. વ્હાઈટ હાઉસનાં રસોડામાંથી જ પ્રેસિડન્ટ ઓબામા અને તેમનં પરિવાર તથા તેમનાં મહેમાનો માટે રસોઈ બને છે.
સંજીવ કપૂરે રસોડાની મુલાકાત બાદ શેફની ટીમ સાથે કલાકો સુધી વાત કરી હતી. સંજીવની સાથે એન.કે.વિનોદ પણ હતાં. વિનોદ વૉશિંગ્ટનનાં પ્રખ્યાત માસ્ટર શેફ છે. તેમની પોતાની વૉશિંગ્ટનમાં ત્રણ રેસ્ટોરન્ટ પણ છે.
વ્હાઈટ હાઉસનાં એક્ઝ્યૂકેટીવ શેફ વિલિયમ બિલ યોસેસ પણ અલગ અલગ પ્રકારનાં ફૂડનાં શોખીન છે. સંજીવ અને વિનોદે ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાનાં ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી અને સંજીવ કપૂરે ઈન્ડિયન ફૂડ પર લખાયેલી લેટેસ્ટ એન્સાયક્લોપીડિયા 'હાઉસ ટૂ કુક ઈન્ડિયન' ની એક કોપી પણ વિલિયમને આપી હતી.