Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:43:45 AM IST
 

એજન્ટે મારા દીકરાને ગુમ કરી દીધો છે! (વિઝા એ ટુ ઝેડ)

Apr 10, 2012 Supplements > Columnist
 
Tags:   Visa Guide comment     E-Mail     Print    
 
Viewed: 4285
Rate: 4.5
Rating:
Bookmark The Article

વિઝા એ ટુ ઝેડ - મૌલિન રમેશ રાવલ

એજન્ટે મારા દીકરાને આફ્રિકા મોકલવાનું કહી ગુમ કરી દીધો છે. મારા દીકરા પાસેથી અઢળક રૂપિયા લઈ એજન્ટે તેને બાય પ્લેન આફ્રિકા મોકલવાનું કહેલું. હવે મને ખબર પડી કે મારા દીકરાને મુંબઈથી ગેરકાયદેસર રીતે એક સ્ટીમરમાં છુપાવી મોકલ્યો છે. ચાર દિવસ સુધી મારા દીકરાને ખાવા-પીવાનું તો ઠીક કુદરતી હાજત જવા પણ મળ્યું ન હતું. હવે મારા દીકરાનો કોઈ પત્તો નથી. કઈ રીતે તપાસ કરવી? -મંજુલાબેન એમ. પટેલ વડોદરા

સૌ પ્રથમ તમે નજીકના પોલીસ સ્ટેશનમાં મને જે રીતે પત્ર લખી સંપૂર્ણ વિગતો જણાવી છે તેમ તમારો પુત્ર લાપતા છે તેવી ફરિયાદ લખાવી દો. તેમજ એજન્ટ સામે પણ ચિટિંગની ફરિયાદ નોંધાવી દો. જેથી તમારા જેવી માતાઓના વહાલા દીકરાઓ આવી છેતરપિંડી કરનારા એજન્ટના હાથે હોમાઈ જતા બચી જાય. આ પ્રકારના એજન્ટ કેટલીક વાર પોલીસને પણ પૈસા આપી ફરિયાદની પોલીસ તપાસ કરવા દેતા નથી. તેથી એજન્ટને એરેસ્ટ કરતા નથી. જો આમ થાય તો તમારે પોલીસ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી જેમ કે, પોલીસ કમિશનર, આઈ.જી.પી. વગેરેનો સંપર્ક કરી તમારી દુઃખદ પરિસ્થિતિની જાણ કરવી. છેલ્લે એક રસ્તો જેનો ઉપાય એ છે કે ફરિયાદ દાખલ કરતા પહેલાં જ તે એજન્ટને પૂછી જુઓ કે તમારા પુત્રને આફ્રિકાના કયા શહેરમાં કે કયા સ્થળે જેમ કે, સાઉથ આફ્રિકા, ઇસ્ટ આફ્રિકા, વગેરેમાં ઉતાર્યો છે. જેથી ત્યાંની ઇન્ડિયન એમ્બેસીમાં તપાસ કરાવી શકાય. ફરિયાદ બાબતે એજન્ટને કશું કહેતા નહીં.

આફ્રિકા ખૂબ મોટો ખંડ છે. એમાં અનેક દેશો છે. તમારો પુત્ર કયા સ્થળે હશે તે જાણવું તથા તપાસ કરવી ખૂબ જ કઠિન છે. જે માણસ આ રીતે ચાર ચાર દિવસ સુધી ગોંધાઈ રહે તેને ડીહાઇડ્રેશન થઈ શકે છે. પાણી પણ પીવા મળ્યું ન હોય તેથી ગંભીર માંદગી પણ આવી શકે છે.

મેં એજન્ટની સલાહ પ્રમાણે કોન્સ્યુલેટમાં ગ્રીનકાર્ડ સરેન્ડર કરી ઇન્ટરવ્યૂ આપ્યો. પણ એજન્ટે ફોર્મ ભરવામાં ઘણી ભૂલો કરેલી એટલે ગ્રીનકાર્ડ તો ગયું અને ઉપરથી મને વિઝિટર વિઝા ગ્રીનકાર્ડના બદલામાં આપ્યા નહીં અને રિજેક્ટ કર્યો. મારે અમેરિકામાં કાયમ માટે એટલે કે પરમેનન્ટ રહેવું જ નથી. હવે બીજી વાર હું વિઝિટર વિઝા માટે અરજી કેટલા સમય પછી કરું? - પટેલ ભીખુભાઈ ઝેડ. વડોદરા

સૂંઠના ગાંગડે ગાંધી થઈ ગયા હોય તેવાની પાસે તમે કામ કરાવો તો તેમાં કોઈ ભલીવાર આવે નહીં. ઇન્ડિયાના કાયદા, કાનૂનનો કક્કો પણ જાણતા ના હોય તે તમને અમેરિકાના કાયદા, નિયમો, તેની પ્રોસિજર, ઇન્ટરવ્યૂમાં પુછાતા પ્રશ્નો, ચેકલિસ્ટ, ઇન્ટરવ્યૂ લેનાર તમારા ફોર્મનું કઈ રીતે અવલોકન કરી નિર્ણય લે છે તે બધું તો શું આમાંની એક પણ બાબતની માસ્ટરી ન હોય તેવા અણઘડ માણસો પાસે અમેરિકાનું આ કામ કરવાનું લાઇસન્સ કે ક્વોલિફિકેશન હોતું નથી. ટૂંકમાં, આવા તમારા જેવાના ઘણાનાં ગ્રીનકાર્ડ ગયાં છે અને તેમ છતાં વિઝા આપ્યા નથી. ગ્રીનકાર્ડ પાછું આપી તેનું ફોર્મ તથા વિઝાનું ફોર્મ એમ બે જુદાં જુદાં ફોર્મ ભરતી વખતે ઘણી બધી બાબતોની ચોકસાઈ રાખી કાયદાની જોગવાઈઓ પ્રમાણે ગ્રીનકાર્ડ કેમ પાછું આપો છો તે કારણો સચોટ, સાચાં અને વ્યવસ્થિત એબન્ડર ઓફ લિગલ પરમેનન્ટ રેસિડન્સના કાયદા તથા નિયમો મુજબ જવાબો આપવા જોઈએ. હવે ફરીથી નાહકનો ખોટો ખર્ચ તથા સમય બગાડતા નહીં. વિઝા મળવાના ચાન્સીસ નહિવત્ છે, છતાં ફોન ઉપર તમારા પુત્ર, પુત્રી, બહેન ભાઈ જે હોય તેનું અમેરિકામાં શું સ્ટેટસ છે તે જણાવશો.

મારી એફ ૪ની પિટિશન ડિસેમ્બર ૨૦૦૧ની છે. તેમાં મારાં એક દીકરાની ઉંમર ૨૨ વર્ષ અને દીકરીની ઉંમર ૨૩ વર્ષ છે. તે બંને માટે મારે પિટિશન કરવી પડશે? - પ્રવીણાબેન એસ પટેલ

હા. કરવી જોઈએ. જે માટે તમારે ૨૦૦૧ની મૂળ પિટિશનથી આજ દિન સુધી આવેલ બધાં જ પેપર્સ, બંનેનાં બર્થ ર્સિટફિકેટ, પહોંચો અને ડી.એસ. ફોર્મ ૨૩૦ પાર્ટ ૧-૨ ભર્યાં હોય તે તમામની કોપીઝ મને મોકલી આપવાથી પિટિશન તૈયાર કરી શકાય.

તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, ર્પૂિત વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.

viza.sandesh@gmail.com
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com